તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નોટિસ:જિલ્લાનાં 960 શૈક્ષણિક સંકુલની 279 જગ્યાએથી મચ્છરોના પોરા મળ્યા

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરોના લારવા મળતાં 5 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ

જિલ્લાની 960 શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોની ઉત્પત્તિ સ્થાનો તેવા કેમ્પસ, ધાબા, ઓવરહેડ ટેન્ક સહિતના સભંવિત પાત્રોમાં 8997ની ચકાસણી કરી હતી. જેમાંથી 279 સ્થાનોમાંથી મચ્છરોના પોળા મળી આવતા તેનો નિકાલ કર્યો હતો. ઉપરાંત 5 શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા નોટીસ ફટકારી હતી. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણ કરવા માટે જિલ્લા મેલેરીયા વિભાગની 300 ટીમોએ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓની ચકાસણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં તેમજ ધાબા ઉપર વરસાદી પાણી ભરાય છે.

ટાંકીમાં મચ્છરોના પોરા થયા છે કે તેની ચકાસણી કરી હતી. જેમાં જિલ્લાની 960 શૈક્ષણિક સંસ્થાઓના 8997 સ્થાનોની ચકાસણી કરતા તેમાંથી 279 સ્થાનોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોના પોરાની નાશની કામગીરી માટે નોડેલ અધિકારીની નિમણૂંક કરીને મચ્છરોના પોરા કેવી રીતે થાય છે. કેટલા સમયમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરો થાય સહિતની 806 નોડેલ અધિકારીઓને તાલીમ આપી હતી. જ્યારે વધુ પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવવા બદલ જિલ્લાની 5 શૈક્ષણિક સંસ્થાઓને નોટીસ આપી હતી. જેમાં ગાંધીનગર અને દહેગામ તાલુકાની 1-1 અને માણસા તાલુકાની 3 શૈક્ષણિક સંસ્થાઓનો નોટીસ આપી હોવાનું જિલ્લા મેલેરીયા અધિકારી ડો. મમતાબેન દત્તાણીએ જણાવ્યું છે.

ગાંધીનગર તાલુકાની 440 શૈક્ષણિક સંસ્થાઓના 4102 મચ્છરોના પોરાના સભંવિત સ્થાનોમાંથી 120માંથી પોરા મળી આવ્યા હતા. જ્યારે 307 નોડેલ અધિકારીને મચ્છરોના પોરા સબંધિત તાલીમ આપી હતી. દહેગામની 144 શૈક્ષણિક સંસ્થાના 846 સ્થાનોમાંથી 12માંથી મચ્છરોના પોરા મળતા નાશ કર્યો હતો. જ્યારે 144 નોડેલ અધિકારીને તાલીમ આપી હતી. જ્યારે કલોલની 183 સંસ્થાઓના 2139માંથી 56 સ્થાનોમાંથી પોરા મળતા નાશ કર્યો તેમજ 168 નોડેલ અધિકારીને તાલીમ આપી હતી. ઉપરાંત માણસાની 193 શૈક્ષણિક સંસ્થાના 1910 સ્થાનોની ચકાસણી કરતા 91માંથી મચ્છરોના પોરા મળતા તેનો નાશ કર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો