પ્રદર્શન / અરવલ્લી-સાબરકાંઠામાં એક હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી અને ધારણા કર્યા

More than one thousand health workers organize rallies and dharna in Aravall Sabarkantha district

  • પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઓનલાઇન રિપોર્ટિંગ પણ બંધ કર્યું

Divyabhaskar.com

Dec 09, 2019, 05:59 PM IST

મોડાસા/ હિંમતનગર: રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ બાદ આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે કામગીરી ચાલુ પણ રિપોર્ટિંગ બંધ સાથે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા આશરે 1000થી વધુ આરોગ્ય કર્મચારીઓ “અભી નહીં તો કભી નહીં” ના સૂત્રોચ્ચાર સાથે પડતર પ્રશ્નોની માગણીઓ સાથે રેલી યોજી ધરણાં ધર્યા હતા. અને જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઓનલાઇન રિપોર્ટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે ગત ફેબ્રુઆરીમાં 13 દિવસની હડતાલ બાદ રાજ્ય સરકાર તરફથી વિવિધ 6 કેડરોના 13 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવાની લેખિત બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તમામ 13 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. હવે આ વખતે લડી લેવાના મૂડમાં છે. જેના ભાગ રૂપે રોષપૂર્ણ છતાં શાંત રેલીનું આયોજન કરી ધરણા પર બેઠા છે. સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો હજુ પણ સરકાર તરફથી હકારાત્મક વલણ નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં વધારે આંદોલનાત્મક કાર્યક્રમ યોજાશે અને હવે કર્મચારીઓ અભિ નહિ તો કભી નહીં ના મૂડમાં આવી આરપારની લડત આપવા મક્કમ બનેલા છે.
આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઊતરતાં આરોગ્ય કેન્દ્રો પર આરોગ્યની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. તેમજ ઓનલાઇન રિપોર્ટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓના જણાવ્યા અનુસાર પંજાબ ,હરિયાણા , છત્તીસગઢ ,હિમાચલ પ્રદેશજેવા બીજા રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓને 4200 ગ્રેડ પે ચૂકવાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 1900 ગ્રેડ પે ચૂકવાય છે તે સિવાય બીજા 13પ્રશ્નો ની માગણીઓ ને લઈને પહેલા પણ ધરણાં તેમજ આંદોલન કર્યું હતું .ત્યારથી આજ સુધી કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી..તેથી અભી નહિ તો કભી નહિ ના સૂત્રોચ્ચાર સાથે પડતર પ્રશ્નો ની માગણીઓ સરકાર સ્વીકારે તેવું જણાવ્યું હતું. અરવલ્લી - સાબરકાંઠા જીલ્લાના ફાર્માસીસ્ટ ,લેબ ટેકનીશ્યન,ફિમેલ તેમજ મેલ હેલ્થ સુપરવાઇઝર, ફીમેલ તેમજ મેલ હેલ્થ વર્કર આ રેલી માં જોડાઈ ને સરકાર સામે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો નો ઝડપથી ઉકેલ લાવવામાં આવેની માંગ કરી હતી
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)

X
More than one thousand health workers organize rallies and dharna in Aravall Sabarkantha district

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી