તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રી કર્ફ્યૂ:કર્ફ્યૂમાં રાજકોટ બાયપાસે- રેલવે સ્ટેશને રોજ 500થી વધુ યાત્રિકો વાહનના અભાવે રઝળે છે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રે 9 પછી બહારગામથી આવતા મુસાફરોની હાલત કફોડી બને છે.
  • કર્ફ્યૂને કારણે બાયપાસ જતી એસ.ટી બસ યાત્રિકોને શહેરની બહાર ઉતારી જતી રહે છે

રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂની સ્થિતિ હોવાને કારણે એસ.ટી કે ખાનગી બસને શહેરમાં પ્રવેશ અપાતો નહીં હોવાને કારણે રાજકોટ આવતા યાત્રિકોને શહેરની ભાગોળે જ ઉતારી બસ બાયપાસ જતી રહે છે. કર્ફ્યૂ લાગુ થયા બાદ રાત્રે શહેરની ભાગોળે આવેલી ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડીએ રાત્રે 500થી વધુ યાત્રિકો વાહનોના અભાવે રઝળી પડે છે. નાછૂટકે તેમને પોતાના ઘેર ચાલીને જવું પડે છે.

રાત્રી કર્ફ્યૂનો શહેર પોલીસ ચુસ્ત અમલ કરાવી રહી છે, પરંતુ બહારથી આવતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મુખ્ય ચાર મહાનગર અમદવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ હોવાને કારણે આ શહેરોમાં એસ.ટી બસ રાત્રે 9 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલા જઈ શકતી નથી જેના કારણે આ ચાર મહાનગરમાં એસ.ટી અને ખાનગી બસ પણ બાયપાસ દોડી રહી છે. તમામ એસ.ટી બસ રાત્રે 9 પછી રાજકોટ શહેરમાં આવવાને બદલે બાયપાસ જ યાત્રિકોને ઉતારી જતી રહે છે. કર્ફ્યૂ હોવાને કારણે રિક્ષા કે અન્ય વાહનો પણ ઉપલબ્ધ ન હોવાથી યાત્રિકોને ચાલીને જવું પડી રહ્યું છે. એવી જ રીતે રેલવે સ્ટેશને પણ દૂરથી આવતા યાત્રિકો કર્ફ્યૂ દરમિયાન જંક્શન કે ભક્તિનગર સ્ટેશને ઉતરે તો તેમને રિક્ષા કે અન્ય વૈકલ્પિક વાહનો મળતા નહીં હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો