તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:સંખેડા તાલુકાના ગોજપુર નજીક પોલ્ટ્રી ફાર્મમાં 1400થી વધુ મરઘાં મૃત્યુ પામ્યા

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં બફારાના કારણે ગરમી સહન ના થતા મરઘાં મૃત્યુ પામ્યાની શક્યતા
  • 7 ફૂટ ઊંડો ખાડો ખોદીને તમામ મૃત્યુ પામેલા મરઘાં જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા

સંખેડા તાલુકાના ગોજપુર ગામ નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મમાંના 1400થી વધુ મરઘા ત્રણ દિવસમાં બફારાના કારણે મૃત્યુ થયા હતા. તમામ મરઘાને ઊંડો ખાડો કરીને તેને દાટી દેવાયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ગરમી હતી.છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે. સિવાય કે ગત રાત્રે સંખેડા પંથકમાં 4 મી.મી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ અનુભવાઇ હતી. વાતાવરણમાં ગરમીને કારણે બફારાનું પ્રમાણ વધી ગયું હતું. આટલા બફારાને કેટલાક મરઘા સહન ન કરી શકવાના કારણે મૃત્યુ પામ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસમાં 1400થી વધુ મરઘાના મૃત્યુ અહિયાના પોલ્ટ્રી ફાર્મમાં થયેલા હતા. આ બાબતે પોલ્ટ્રી ફાર્મ સંભાળી રહેલા મહમદભાઇ મેમણે જણાવ્યું હતું કે, ‘ત્રણ દિવસથી વાતાવરણમાં ગરમીના કારણે બફારો વધી ગયો હતો. અહિયા પોલ્ટ્રી ફાર્મમાં પંખા-ફૂવારા બધુ જ છે. પંખા સતત ચાલુ જ હતા પણ તેમ છતાં બફારાનું પ્રમાણ વધી જવાના કારણે ત્રણ દિવસમાં 1400થી 1500 જેટલા મરઘા મૃત્યુ પામ્યા છે.” સંખેડા તાલુકાના ગોજપુર ગામ પાસે આવેલુ આ પોલ્ટ્રી ફાર્મમાં મરઘા પણ મોટા છે. આ મૃત્યુ પામેલા મરઘાને આશરે 7 ફૂટ ઊંડો ખાડો ખોદીને જમીનમાં દાટી દેવાયા હતા. જેથી કરીને પ્રદૂષણ ના ફેલાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો