રાજકોટ / કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3 બાળકોના મોત, 48 કલાકમાં 6 બાળકોના મૃત્યું થયા

more 3 infant died at KT children hospital of rajkot, 6 children died in 48 hours

       

  •  8 દિવસમાં કુલ 20 બાળકોના મોત
  • બાળકોના મોત મામલે ડૉકટર પંકજ બુચ અને સુપરિટેન્ડન્ટ મનીષ મહેતાની ચૂપકીદી
  • સિવિલ હોસ્પિટલની પોલ ન ખુલે તે માટે મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ

Divyabhaskar.com

Jan 08, 2020, 07:59 PM IST

રાજકોટઃ શહેરની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આજે વધુ 3 બાળકોના મોત થયા છે. આમ 48 કલાકમાં કુલ 6 બાળકોના અને 8 દિવસમાં કુલ 20 બાળકોના મોત થયા છે. તેમજ સિવિલ હોસ્પિટલની ભયંકર બેદરકારી અંગે પોલ ન ખુલે તે માટે મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. તેમજ ડૉકટર પંકજ બુચ અને સુપરિટેન્ડન્ટ મનીષ મહેતાએ પત્રકારોના ફોન ઉપાડવાનું પણ બંધ કર્યું છે. એક બાદ એક મોતને ભેટી રહેલા બાળકોના મોત મામલે ચૂપકીદી સેવી રહ્યા છે.

યોગ્ય સારવારની વ્યવસ્થા કરવાને બદલે આંકડા છુપાવવાની રમત

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ડિસેમ્બર મહિનામાં 111 બાળકનાં મોત નીપજ્યાના અહેવાલ પ્રસિદ્ધ થતાં હોબાળો મચી ગયો હતો અને રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. યોગ્ય સારવારના અભાવે બાળકોના જીવ જઇ રહ્યા છે ત્યારે સારવારમાં શું વધારો કરી શકાય તેની વ્યવસ્થા કરવાને બદલે આંકડા છુપાવવાની રમત રમાઇ રહી છે જેને કારણે મૃત્યુઆંક હજુ પણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં વધુ 6 બાળકનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ જાન્યુઆરી મહિનાના 8 દિવસમાં બાળકોનો મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે.

X
more 3 infant died at KT children hospital of rajkot, 6 children died in 48 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી