તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગ:મોરબી તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય ચૂકવવા માગણી

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સરપંચ એસોસિએશને કલેક્ટરને આવેદન આપ્યું

મોરબી જીલ્લામાં સતત બીજા વર્ષે 200 ટકા કરતા વધુ વરસાદ થવાને કારણે ખેતરમાં જમીન ધોવાણ થયુ છે ત તેમજ ચોમાસુ પાકને વધુ પાણી મળવાને કારણે નિષ્ફળ ગયો છે. આ મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માગ કરવાંમાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં આવે તો 8 દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મોરબીના છેવાળાના ગામમાં તો ખેતરોમાં એટલા પાણી ભરાયા હતા કે એક સપ્તાહ સુધી તેમાં ન જઇ શકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી મોટા ભાગના ખેતરમાં જમીન સાથે સાથે પાક ધોવાઇ ગયો હતો. મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી સહાય કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો રાજ્ય સરકાર તેઓની માંગણી ન સ્વીકારવામાં આવે આઠ દિવસ બાદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો