પ્રેરણા / જૂનાગઢના મોનાર્ક ત્રિવેદીએ ‘ડાન્સ પ્લસ’માં ઓડિશન આપ્યું, હાઈટ ઓછી હોવાને કારણે લોકો મજાક ઉડાવતા

Monark Trivedi from Junagadh auditioned for 'Dance Plus 5',  people making fun of him because of low height

Divyabhaskar.com

Nov 03, 2019, 03:22 PM IST

કિરણ જૈન, મુંબઈઃ રેમો ડિસોઝાનો ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની પાંચમી સિઝન શરૂ થઈ છે. શોમાં ગુજરાતના જૂનાગઢનો 20 વર્ષીય મોનાર્ક ત્રિવેદી ઓડિશન આપવા આવ્યો હતો. શોમાં તેણે કહ્યું હતું કે હાઈટ ઓછી હોવાને કારણે લોકોએ તેની ઘણી મજાક ઉડાવતા હતાં પરંતુ તે ક્યારેય હિંમત હાર્યો નહોતો.

શું કહ્યું મોનાર્ક ત્રિવેદીએ?
divyabhaskar.com સાથેની વાતચીતમાં મોનાર્કે કહ્યું હતું, ‘હું 11 વર્ષનો હતો ત્યારથી જ મેં ડાન્સ કરવાની શરૂઆત કરી હતી. જોકે, મારી હાઈટ ઓછી હોવાને કારણે જીવનમાં અનેક લોકોએ મારી મજાક ઉડાવી હતી. હું હંમેશાં ડરી-ડરીને રેહતો હતો. મને તે સમયે લાગતું હતું કે હું જીવનમાં ક્યારેય સફળ થઈ શકીશ નહીં. ત્યારબાદ મેં ડાન્સને મારી પ્રેરણા તરીકે લેવાની શરૂ કર્યું અને મારા આ શોખ પર કામ કરવાની શરૂઆત કરી. મને ક્યારેય પિતા તરફથી સપોર્ટ મળ્યો નહોતો. કારણ કે તે મારા ડાન્સના આઈડિયાની વિરુદ્ધમાં હતાં. તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે હું આ ફિલ્ડમાં કરિયર બનાવું. જ્યારે મેં એક સ્પર્ધામાં ભાગ લીધો ત્યાં સુધી મારા પિતાએ મારું પર્ફોર્મન્સ જોયું સુદ્ધાં નહોતું. મેં કોરિયોગ્રાફર ધર્મેશ સર (ધર્મેશ યેલાન્ડે, વડોદરાનો) સામે પર્ફોર્મ કર્યું હતું અને તેમણે મારા ડાન્સના વખાણ કર્યાં હતાં.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2014મા મોનાર્કે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં પણ ઓડિશન આપ્યું હતું. આ ઉપરાંત મોનાર્ક ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં પણ જોવા મળ્યો હતો.

અલગ-અલગ ડાન્સર્સ સાથે કામ કરવું છે
મોનાર્કે આગળ કહ્યું હતું, ‘હું નાનપણથી ઘણો જ જીદ્દી છું. પહેલાં ડાન્સની જીદ હતી અને હવે આગળ વધવાની જીદ છે. મારા માટે ‘ડાન્સ પ્લસ’ એક મોટું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ મને આગળ વધવાની તક આપશે અને મારું જીવન બદલાઈ જશે. મારું માનવું છું કે દરેકમાંથી પ્રેરણા લેતા રહો, જીવનમાં મુશ્કેલીઓ આવે એટલે એવું નહીં કે ઘરમાં બેસી રહેવાનું. ઘરની બહાર નીકળવાનું અને નાનામાં નાની વાતમાંથી પ્રેરણા લેવાની હોય છે. ક્યારેય હાર ના માનવી જોઈએ. હું જ્યારે પણ પર્ફોર્મ કરું, મારા માટે તે હેપી મોમેન્ટ્સ છે. મારું ડ્રીમ છે કે મારે દરેક જગ્યાએ ડાન્સની વર્કશોપ લેવી છે અને લોકોને ડાન્સ શીખવવો છે. આટલું જ નહીં મારે અલગ-અલગ ડાન્સર્સ સાથે કામ કરવું છે.’

ઉલ્લેખનીય છે કે મોનાર્કની જૂનાગઢ તથા અમદાવાદમાં પોતાની ‘સદા ડાન્સ એકેડેમી’ છે. હાલમાં તે ઉદેપુરમાં ડાન્સ ટ્રેનર તરીકે કામ કરી રહ્યો છે. મોનાર્કને લાગે છે કે તેના સંઘર્ષની વાત રેમો ડિસોઝા જેવી છે.

X
Monark Trivedi from Junagadh auditioned for 'Dance Plus 5',  people making fun of him because of low height

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી