• Home
  • International
  • Moment nine year old boy weeps with joy as he tucks into his first McDonald's after months of lockdown in Singapore

હરખનાં આંસુ / સિંગાપોરમાં મહિનાઓના લોકડાઉન બાદ 9 વર્ષનો છોકરો મેકડોનલ્ડ્સનું પાર્સલ જોઈને ખુશીથી રડી પડ્યો

X

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 03:39 PM IST

સિંગાપોર. લોકડાઉનમાં ઘણા લોકો રેસ્ટોરાં અને કેફે ક્યારે ખુલશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંગાપોરમાં લોકડાઉન બાદ 9 વર્ષના છોકરાને જ્યારે બહારનું ભોજન મળ્યું ત્યારે તે પોતાને કન્ટ્રોલ ના કરી શક્યો અને ધ્રુસકે-ધ્રુસકે રડી ઊડ્યો. આ છોકરાને લોકડાઉન બાદ તેની માતાએ પ્રથમવાર મેકડોનલ્ડ્સનું પાર્સલ આપી સરપ્રાઈઝ આપી હતી. 
 9 વર્ષના  મોહમ્મદ ઈરવાનને મેકડોનલ્ડ્સનું જમવાનું ઘણા દિવસથી મળ્યું નહોતું. 10 મેથી સિંગાપોરમાં ફાસ્ટફૂડ વેચતી દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી છે. મોહમ્મદની માતાએ મેકડોનલ્ડ્સમાંથી પાર્સલ લાવીને રસોડામાં ટેબલ પર મૂકી દીધું હતું. મોહમ્મદને તેની માતા મજાક કરતી હોય તેવું લાગ્યું પણ તેણે પાર્સલ ખોલ્યું તો તેમાં મેકનગેટ્સબર્ગર, ફ્રેંચ ફ્રાઇસ અને આઈસ્ક્રીમ  હતો, આ જોઈને મોહમ્મદ રડવા લાગ્યો. લોકડાઉનને લીધે તેણે ઘણા દિવસોથી બર્ગરને જોયું પણ નહોતું. માતાએ તેના દીકરાની ફેવરિટ વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. મોહમ્મદની મમ્મીએ તેના દીકરાના રિએક્શનનો વીડિયો ફેસબુક પર પણ શેર કર્યો છે. ઘણા દિવસો પછી મેકડોનલ્ડ્સ સ્વાદ મળ્યા પછી તે માતાને ગળે ભેટી પડ્યો અને થેન્કયુ કહ્યું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી