તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તાલીમ:સહાયક નર્સિંગ સ્ટાફની ભરતીને મોળો પ્રતિસાદ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સયાજી હોસ્પિટલમાં જે 27 સહાયક નર્સિંગ સ્ટાફ આવવાનો હતો તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કારણ કે સહાયક નર્સિંગ સ્ટાફ તરીકે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નર્સિંગ તાલીમ મળે તે હેતુથી સમાવી માનદ વેતન તરીકે મહિને રૂ.10 હજાર આપવાના છે. કોરોનાના માહોલ વચ્ચે સહાયક નર્સિંગ સ્ટાફ તરીકે વિદ્યાર્થીઓને અચકાટ છે. વાલીઓ પણ પોતોના સંતાન આ ડ્યૂટી ન કરે તેવું અગાઉ જાહેર કરી ચૂક્યા છે. જેને લીધે અગાઉ પણ સહાયક નર્સિંગ સ્ટાફમાં વિદ્યાર્થીઓને સમાવવાની વાત પાછી લેવામાં આવી હતી. આ વિશે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે, ‘હજી સુધી એક પણ વિદ્યાર્થીએ હજી અરજી કરી નથી. હાલમાં તેમની પરીક્ષા ચાલી રહી હોવાનું કારણ આપ્યું છે.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો