પૂજન / મોક્ષદા એકાદશીએ બાળ ગોપાળને પીળા વસ્ત્રો ચઢાવીને कृं कृष्णाय नम: મંત્રનો જાપ કરો

Mokshada Ekadashi 2019. Krishna's Geeta updesh, Bal Gopal, krishna puja vidhi, ekadashi on sunday

  • શ્રીકૃષ્ણએ અર્જુનને મોક્ષદા એકાદશીએ ગીતા ઉપદેશ આપ્યો હતો, બાળ ગોપાળની આ રીતે પૂજા કરો

Divyabhaskar.com

Dec 07, 2019, 04:22 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- રવિવાર, 8 ડિસેમ્બરે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેને મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપળની પૂજા કરવી જોઈએ. જાણો એકાદશીએ બાળ ગોપાળની પૂજાની સરળ રીત-


પૂજા માટે જરૂરી સામગ્રી-


બાળ ગોપાળની મૂર્તિ માટે સોના, ચાંદી કે તાંબાનું પાત્ર, લોટો, જળનો કળશ, દૂધ, દેવ મૂર્તિને સ્થાપિત કરવા માટે પીળા વસ્ત્ર અને આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, ધૂપબત્તી, ફૂલ, અષ્ટગંધ, માખણ, મિશ્રી, તુલસીદળ, તલ, પ્રસાદ માટે ફળ, મિઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, પાન, દક્ષિણા વગેરે


પૂજાની સરળ વિધિ-


સવારે પહેલાં ગણેશજીની સામે પૂજાનો સંકલ્પ લો. ગણેશ પૂજન કરો. ગણેશજીને સ્નાન કરાવો, વસ્ત્ર અર્પિત કરો. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, ચોખાથી પૂજન કરો. ગણેશની પૂજા પછી બાળ ગોપાળની પૂજા કરો. બાળ ગોપાળને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી ફરીથી પંચામૃતથી અને પછી જળથી સ્નાન કરાવો. પીળા વસ્ત્ર અર્પિત કરો. આભૂષણ પહેરાવો.


પુષ્પ માળા પહેરાવો. હવે અષ્ટગંધથી તિલક કરો. માખણ, મિશ્રી અર્પિત કરો. તુલસીદળ અર્પિત કરો. कृं कृष्णाय नम: મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ફૂલ અર્પિત કરો. આરતી પછી પરિક્રામા કરો.

આ વાતોનું ધ્યાન રાખો-

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના ઉપદેશમાં કહ્યું કે આપણે કર્મ કરતાં રહેવું જોઈએ, ફળની ઈચ્છા ન રાખવી જોઈએ. જે લોકો ધર્મ પ્રમાણે કામ કરે છે, તેમને એક દિવસ સફળતા જરૂર મળે છે. સુખ-સુવિધાની કોઈપણ વસ્તુ સાથે મોહ રાખવો ન જોઈએ. સુખ હોય કે દુઃખ, દરેક સ્થિતિમાં પ્રસન્ન રહેવું જોઈએ. ત્યારે જ જીવન સફળ થઈ શકે છે.

X
Mokshada Ekadashi 2019. Krishna's Geeta updesh, Bal Gopal, krishna puja vidhi, ekadashi on sunday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી