તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીવી એક્ટ્રેસ તથા રાજકુમારી મોહેના મહેંદી તથા સંગીત સેરેમનીમાં સ્ટનિંગ લુકમાં જોવા મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિદ્વારઃ ટીવી એક્ટ્રેસ તથા મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન આજે (14 ઓક્ટોબર) હરિદ્વારમાં છે. મોહેના ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કરવાની છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. ઉલ્લેખનીય છે કે મોહેનાએ લગ્ન પહેલાં કહ્યું હતું કે લગ્ન થયા બાદ તે એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દેશે. 

પ્રી વેડિંગ ફંક્શન યોજાયા
13 ઓક્ટોબરના રોજ મોહેનાની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં ઝુબિને પર્ફોર્મન્સ આપ્યું હતું. સંગીત સેરેમનીમાં ભવ્ય રીતે સ્ટેજ સજાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં હજારોની સંખ્યામાં મહેમાનો હાજર રહ્યાં હતાં.

ઉત્તરાખંડની મોટાભાગની હોટલ તથા ધર્મશાળા બુક
હાઈ પ્રોફાઈલ લગ્ન હોવાથી ઉત્તરાખંડની મોટાભાગની હોટલ તથા ધર્મશાળા બુક છે. લગ્નમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામેલ થશે. આ ઉપરાંત અન્ય રાજકારણીઓ પણ આ લગ્નમાં હાજર રહેશે. આ જ કારણોથી પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. લગ્ન હરિદ્વાર-ઋષિકેશ હાઈવે સાથે જોડાયેલા બેરાગી કેમ્પમાં યોજાશે. 9 તથા 10 નવેમ્બરના રોજ રેવામાં રિસેપ્શન યોજાશે.

2012મા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. 

ગયા વર્ષે સગાઈ કરી હતી
મોહેનાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સગાઈ કરી હતી. આ સમયે મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માંથી ત્રણ દિવસની રજા લીધી હતી. આ સગાઈ મોહેનાના હોમટાઉન રેવામાં થઈ હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિંગ સેરેમની ગોવામાં યોજાઈ હતી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો