સાયરા નિર્ભયા કેસ / CID ક્રાઈમની SITએ કોર્ટ પાસે વધુ રિમાન્ડ ન માંગતા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

  • બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારને જેલમાં મોકલાયા, મુખ્ય આરોપી સતીષ ભરવાડ હજુ ફરાર
  • SIT સમગ્ર કેસ અંગે મૌન ધારણ કરી તપાસમાં ભારે ગુપ્તતા જાળવી રહી છે
  • DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySP અશ્વિન પટેલની SIT ટીમ

Divyabhaskar.com

Jan 25, 2020, 02:24 AM IST
મોડાસા: અરવલ્લી જિલ્લાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આરોપીઓના અત્યાર ધરપકડ થયા બાદ ત્રણ વાર કોર્ટમાં કુલ 11 દિવસના રિમાન્ડ લેવાયા હતા. સીઆઇડી ક્રાઈમે ત્રણ દિવસ પૂર્ણ થતાં શુક્રવારે કોર્ટમાં આરોપીઓને રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણેયને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. હાલ સીઆઇડી ક્રાઈમ તપાસમાં ભારે ગુપ્તતા જાળવી રહી છે અને સમગ્ર કેસ અંગે મૌન ધારણ કરી લીધું છે.
SITએ વધુ રિમાન્ડ માટે અરજી ન કરી
સરકારી વકીલ ડીએસ પટેલના જણાવ્યા અનુસાર શુક્રવારે ત્રણે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધુ રિમાન્ડ માટે અરજી મુકવામાં ન આવતા નામદાર કોર્ટે ત્રણે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું અને હાલ સીઆઈડી ઝીણવટભરી તપાસ કરી રહી છે અને જરૂર જણાશે તો તપાસ અધિકારી રિમાન્ડ અરજી મૂકી શકશે તેમ જણાવ્યું હતું.
SITની 3 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે
સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ મોડાસા પહોંચી ધમધમાટ શરૂ કર્યો છે. સાયરા (અમરાપુર) નિર્ભયા કેસ સંભાળી લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ “નિર્ભયા” કેસમાં સંડોવાયેલા ત્રણે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સરકારી વકીલે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓના મૃતક યુવતી સાથે સંપર્ક હોવાનું ખુલતા વધુ તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયા
સાયરા નિર્ભયા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસે ત્રણેય ધરપકડ કરી હતી. હજુ પણ સતીષ ભરવાડ નામનો આરોપી ફરાર છે. સીઆઈડી ક્રાઈમની ટીમે મૃતક યુવતીની બહેનની સઘન પૂછપરછ પછી ત્રણે આરોપીઓને ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ હતી અને શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતાં ભારે ગુપ્તતા વચ્ચે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)
X
કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાકોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી