તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મોકડ્રીલ:જિલ્લાનાં 38 ઔદ્યોગિક એકમોમાં મોકડ્રિલ યોજાઇ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં સલામતી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ માસની ઉજવણી દરમ્યાન જિલ્લાના 38 ઔદ્યોગિક એકમો ખાતે વિવિધ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ગાંધીનગરના નાયાબ નિયામક એચ. એસ. પટેલે જણાવ્યું હતું કે, ‘સલામતી માસની ઉજવણી દરમ્યાન જિલ્લાના વિવિધ તાલુકાના 38 ઔદ્યોગિક એકમોમાં ફાયરડ્રીલ, ગેસ ગળતળની મોકડ્રીલ તથા સેફટી એવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાથે-સાથે કામની જગ્યાએ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન, આગ જેવા આકસ્મિક બનાવ વખતે લેવાની તકેદારી, તેઓની ઈમરજન્સીમાં બજાવવાની ભૂમિકા, માહિતીનો પ્રસાર, તાલીમનો મહત્વ સાથે ચર્ચા-વિર્મશ કરવામાં આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો