તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:તમે કહોં ત્યા મોબાઇલ વાન બ્લડ લેવા આવશે

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી રોટરી ચેરીટેબલ ટ્રસ્ટે 32 લાખના ખર્ચે વાન તૈયાર કરી

વાપીમાં રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 32 લાખના ખર્ચે બ્લડ મોબાઇલ વાન કાર્યરત કરી છે. તબીબ, નર્સ સાથે 6 સભ્યના સ્ટાફની આ બ્લડ મોબાઈલ વાન શહેરની વિવિધ સોસાયટી, કંપનીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી બ્લડ એકત્ર કરશે. જેનાથી લોહીની અછતનો પ્રશ્ન હલ થશે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ બ્લડ મોબાઇલ વાનને લીલીઝંડી આપી હતી.રોજના 25 યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. વાપીમાં લોહોની અછતનો પ્રશ્ન હલ કરવા માટે રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.32 લાખના ખર્ચે બ્લડ મોબાઇલ વાન ખરીદવાનો નિર્ણય કર્યો હતો.શનિવારે રોટરી ચેરીટેબલ ટ્રસ્ટે વાપીના દાતાની મદદથી હરતી ફરતી બ્લડ મોબાઈલ વાનનું પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ,વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા સહિત મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતું. રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ વીરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વાનમાં એક સાથે ત્રણ લોકો રક્તદાન કરી શકશે. વાનમાં 100 યૂનિટ રક્ત 8 કલાક સુધી સાચવી શકાય તેવી સુવિધા પણ છે.વાનમાં તબીબ, નર્સ, કમ્પાઉન્ડર, ડ્રાઈવર સહિત 6 સભ્યનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. શનિ-રવિના દિવસે બ્લડ મોબાઈલ વાન વાપીની સોસાયટીઓમાં તથા સોમથી શુક્ર GIDCના એકમો,આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રોજ ના 25 યુનિટ રક્ત એકત્ર કરશે. બ્લડ મોબાઈલ વાન માટે વાપીના જાણીતા ઉદ્યોગપતિ અલી નાથાણી અને ગૌતમ શાહે દાનની રકમ આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો