તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચિત્ર સ્પર્ધા:મોબાઇલ ટુ સ્પોર્ટસ જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 10થી 7 દરમિયાન કૃતિ તૈયાર કરી મોકલવાની રહેશે
  • 18થી 25 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે

મુખ્યમંત્રી દ્વારા તા. 1 ઓકટોમ્બરના ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટૂ સ્પોર્ટ્સના અભિયાનની નવતર પહેલ કરી છે. જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જામનગર દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત જામનગર અને જામનગર ગ્રામ્ય અલગ-અલગ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે.

સ્પર્ધામાં 18 થી 25 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે તથા સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર મોબાઈલ ટુ સ્પોર્ટ્સ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિ પાછળ પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઈમેઈલ આઈ.ડી., શાળા/કોલેજ લખીને તા.7 નવેમ્બરના 12 વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-4, રૂમ નં. 42, રાજપાર્ક પાસે રજી.એડી./કુરિયરથી મોકલવાની રહેશે. જેમાં કૃતિની સાથે કલાકારના ઉંમરના પુરાવામા આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ મોકલવાની રહેશે. વધુ વિગતો માટે 0288-2571209 પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો