ઈન્ટરવ્યૂ / ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિએ સર્જરી બાદ કહ્યું, અક્ષય કુમારને કારણે આજે હું પરત આવી શક્યો

Mission Mangal director Jagan Shakti after surgery said, Akshay Kumar brought me back

Divyabhaskar.com

Feb 25, 2020, 12:48 PM IST

મુંબઈઃ 25 જાન્યુઆરીના રોજ ‘મિશન મંગલ’ ફૅમ ડિરેક્ટર જગન શક્તિ એરપોર્ટ જવા માટે તૈયાર હતાં પરંતુ અચાનક જ તેમને ચક્કર આવી ગયા અને તેઓ બેભાન થઈ ગયા હતાં. ત્યારબાદ જગન શક્તિને આર્ટરિવીનસ મેલફોર્મેશન (AVM, મગજની એક જાતની બીમારી) હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. મુંબઈની હોસ્પિટલમાં બે અઠવાડિયા સારવાર કરાવ્યા બાદ જગન શક્તિને હવે રજા આપવામાં આવી છે અને તે કામ કરવા ઉત્સુક છે.

જગન શક્તિએ પોતાની તબિયતને લઈને કહ્યું હતું કે તે હવે એકદમ ઠીક છે અને તે પોતાના કામ પર ફરત ફર્યો છે. પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરતાં જગન શક્તિએ કહ્યું હતું કે આર્ટરિ તથા વેઈન્સ તેના મગજમાં ભેગા થઈ ગયા હતાં અને તેમાંથી ક્લોટ બન્યો હતો. દર વર્ષે શિયાળામાં તેને માથાનો દુખાવો થતો હતો અને તે સાતથી 10 દિવસ બાદ આપોઆપ મટી જતો હતો. હવે, તેને એકદમ સારું છે.

વધુમાં જગન શક્તિએ કહ્યું હતું કે તેણે નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. આથી જ તે મુંબઈ, ચેન્નઈ તથા બેંગાલુરુના આંટાફેરા મારતો હતો. તે સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત હતો પરંતુ પછી તબિયત ખરાબ તે કામ અટકી પડ્યું હતું. હવે, તે આ બધું સરખી રીતે પાર પાડશે. જગને કહ્યું હતું કે હવે તે રિલેક્સ છે પરંતુ લખે તો છે જ.

જગને ફિલ્મ ફ્રેટર્નિટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમાં પણ અક્ષય કુમારને લઈને ખાસ વાત કહી હતી. અક્ષય કુમાર તથા જગને ‘હોલિડે’, ‘પેડમેન’ તથા ‘મિશન મંગલ’માં સાથે કામ કર્યું હતું. જગને અક્ષય કુમારને લઈને કહ્યું હતું કે અક્ષયસરે તેને પાછો લાવ્યા, જીવન આપ્યું, ફિલ્મ આપી અને હવે ફરીથી તેને ચાલવા યોગ્ય પરિસ્થિતિમાં લાવ્યા છે. જગન શક્તિએ પોતાની ‘મિશન મંગલ’ની એક્ટ્રેસિસ સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન ઘણાં જ સપોર્ટિવ હોવાની વાત કરી હતી અને વિદ્યા બાલન રોજ તેની તબિયતમાં કેટલો સુધારો થયો તે વાતનું ધ્યાન રાખતી હતી, તેમ ઉમેર્યું હતું.

X
Mission Mangal director Jagan Shakti after surgery said, Akshay Kumar brought me back

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી