નારાયણ સરોવર / જખૌ દરિયા કાંઠેથી લાપતા બોટનો કાટમાળ મળ્યો : 5 લાશની આશંકા

સર્ચ ઓપરેશનની પ્રતિકાત્મક તસવીર
સર્ચ ઓપરેશનની પ્રતિકાત્મક તસવીર

  • મોડે સુધી કોઇ એજન્સીમાંથી ઘટના અંગે પુષ્ટી થઇ ન હતી

Divyabhaskar.com

Dec 11, 2019, 10:23 AM IST
નારાયણ સરોવરઃ હજુ થોડા દિવસો પહેલા અખાટ સાગરમાં ઓખા નજીક માછીમારો સહિતની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઇ હોવાના બનાવ બાદ મંગળવારે સેખરનપીર ક્રિક વિસ્તારમાંથી 5 મૃતદેહ મળી આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ ઘટના સબંધે કોઇ એજન્સી દ્રારા સમર્થન આપાયું ન હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 5 બોડી મળી છે કે નહીં અને મળી છે તો, કોની છે. તેવાની પુષ્ટી બુધવારેના સવારના જ થઇ શકે છે. જખૌ બંદરથી સેખરનપીર ક્રિક વિસ્તારમાં 5 કિલો મીટરથી વધારે છે. પાંચ બોડી મળી એ વાત સાચી હશે તોય બુધવારે બોડીની ઓળખ બાદ જ કહી શકાય અને આખી ઘટના અંગે ખબર પડે જખૌ મરીનના પીઆઇ ખાંટ અને પીએસઆઇ એ.એન.પ્રજાપતિને પુચ્છતાં તેમણે જણાવ્યું હતું કે, વાત સંભળાય છે કે, બોડી મળી છે અમારૂ સર્ચીંગ ચાલુ છે હજુ સધી કઇ જ મળ્યું નથી, આ વાતમાં કેટલી સચાઇ છે. એ બોડી મળ્યા પછી જ ખબર પડશે.
X
સર્ચ ઓપરેશનની પ્રતિકાત્મક તસવીરસર્ચ ઓપરેશનની પ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી