અમદાવાદ / યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ઘરમાં ચાર દિવસ ગોંધી અડપલાં કર્યાં

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઇસનપુરની ઘટનામાં યુવકની ધરપકડ કરાઇ

Divyabhaskar.com

Dec 09, 2019, 06:16 AM IST
અમદાવાદ: ઈસનપુરમાં 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચમાં ફસાવી યુવકે તેને ઘરમાં ચાર દિવસ ગોંધી રાખી તેની સાથે અવારનવાર શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી 21 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી છે.
યુવક ઘરને લોક મારવાનું ભૂલી જતા સગીરા ભાગીને માતા પાસે પહોંચી ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી
ઇસનપુરમાં રહેતી સગીરાનો અરબાઝ નામના યુવક સાથે પરિચય થયો હતોે. અરબાઝે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. થોડા દિવસ પહેલા રાત્રે બાર વાગ્યે યુવક સગીરાને લેવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો અને સગીરાને લલચાવી ફોસલાવીને બાઇક પર પોતાના ઘરે લઇ ગયો હતો.પોલીસ ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, ઘરે જઇને અરબાઝે તેને ચાર દિવસ સુધી ગોંધી રાખી હતી. અને અવારનવાર તેની સાથે શારિરીક અડપલાં કરતો હતો. એટલું જ નહીં અરબાઝ જ્યારે બહાર જતો ત્યારે સગીરાને પૂરી બહાર જતો હતો. સગીરા પૂછતી ત્યારે તે એવો જવાબ આવતો કે, પડોશીઓને ખબર ન પડે એટલા માટે તને ઘરમાં રાખીને જાવ છું.
શનિવારે સગીરને ઘરમાં બંધક બનાવીને અરબાઝના ઘરથી બહાર નીકળ્યો હતો ત્યારે સગીરા તકનો લાભ જોઇને ત્યાંથી નાસી છૂટી હતી, અને પોતાની માતાના ઘરે પહોંચી ગઇ હતી, અને માતાને આપવિતી જણાવી હતી. ત્યારબાદ સગીરા અને તેમની માતા ઇસનપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા જ્યાં તેમણે અરબાઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી એવા અરબાઝની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.
સગીરાને બંધક બનાવી બહાર જતો હતો
અરબાઝ સગીરાને ઘરમાં બંધ કરીને જતો હતો ત્યારે તેણે આ ઘરમાંથી નાસી જવાનો વિચાર કરી લીધો હતો, જો કે શનિવારે બપોરે અરબાઝ ઘરે આવ્યો ત્યારે તે ઘરને અંદરથી લોક કરવાનું ભૂલી ગયો હતો, અને તે ઘરમાં આવીને બાથરૂમમાં જતો રહ્યો હતો, આમ સગીરાને મોકો મળી જતા તે ચૂપચાપ ઘરના દરવાજાની સ્ટોપર ખોલીને બહાર નીકળી હતી અને ત્યાંથી માતા પાસે પહોંચી જઇ આપવીતી જણાવી હતી.
આરોપી યુવકની પૂછપરછ ચાલે છે
આ ઘટના અંગે ઈસનપુર પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી શાખલાએ જણાવ્યું હતું કે, સગીરાએ શનિવારે તેની ફરિયાદ નોંધાવી ત્યારબાદ આરોપી અરબાઝ ઉર્ફે યુનુસ નાસીરખાન પઠાણને પકડવાની તજવીજ હાથ ધરી હતી, જો કે રવિવારે આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તથા આરોપીને આ ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી