વિધાનસભા / પ્રવિણ મારુને કોંગ્રેસી MLAએ ‘વેચાઉ માલ’ કહેતાં જ ગૃહમાં હોબાળો, CMએ કહ્યું, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવે

Ministers woke up in assembly, calls for legislators to sell merchandise

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 09:18 PM IST

ટીકેન્દ્ર રાવલ- ચેતન પુરોહિત: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા આજે વિધાનસભા ગૃહ ગરમાયું છે. ગૃહમાં સત્ર શરૂ થતાની સાથે જ જેવો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ મારુએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તુરત કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના વિશે "વેચાઉ માલ" શબ્દપ્રયોગ કર્યો હતો. આનેપગલે હોબાળો મચ્યો હતો અને સામ-સામે બોલાચાલી થઇ હતી. જેને લઇને મંત્રીઓ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અકળાઈ ઉઠ્યા હતા. કોંગ્રેસના વેચાઉ માલના શબ્દપ્રયોગનો વિરોધ કરતાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે તમારું ઘર સાચવો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કોંગ્રેસવાળા પોતાના ધારાસભ્યોને સાચવી શકતા નથી અને અમિત ચાવડા તો ગઇકાલ સુધી કહેતા હતા કે કોઇ ધારાસભ્યોની ચિંતા નથી.

હમેં તો અપનોને લૂંટા ગૈરો મેં કહાં દમ થા, કોંગ્રેસના ધારાસભ્યની હૈયાવરાળ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મામલે રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે ત્યારે, આજે ગૃહમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી હતી. તેમા પણ શેર શાયરી દ્વારા કટાક્ષ થયા હતા,કોંકૉંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, હમેં તો અપનો ને લૂંટા, ગૈરો મેં કહાં દમ થા, તો વિધાનસભા અધ્યક્ષે પણ શાયરી કહી હતી કે, સામે ચાર રસ્તે નનામી જતી હતી, સામે મળ્યા તેને શુકન થયા, અને ઘેર ચૂડલા ભાંગ્યા,રાજકીય ગંભીર આક્ષેપબાજી વચ્ચે ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વઘાણી એ પણ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસના આગેવાનો તરફ આંગળી ચીંધી ને જણાવ્યું હતું કે, સોનુ તને મારા પર ભરોસો નહીં કે, નહીં કે એવું કોંગ્રેસના ધારાસભ્યો કહી રહ્યા હતા.

અમીત ચાવડાએ કહ્યું, CM બંગલે 4 MLAને 65 કરોડમાં ખરીદાયા
વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે આક્ષેપબાજી કરવામાં આવી છે. અમીત ચાવડાએ ગૃહમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના બંગલે 4 ધારાસભ્યોને 65 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કહેતા હતા કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી. પરંતુ ગુજરાતના એક સમાચારપત્રમાં લખાયું છેકે 65 કરોડમાં સોદો થયો અને આ સોદો સીએમ હાઉસ ખાતે થયો હોય તો આ રૂપિયા આવ્યા ક્યાંથી તેનો જવાબ આપવામાં આવે.
કોંગ્રેસ પોતાના સાચવી શકતી નથી અને અમારા પર આક્ષેપ કરે છે: મુખ્યમંત્રી
અમિત ચાવડા દ્વારા ખરીદ-વેચાણના આક્ષેપ કરવામાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અકળાઈ ઉઠ્યા હતા. અમિત ચાવડાના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી અને અમારા પર આક્ષેપ કરે છે. નીતિનભાઇને 15 ધારાસભ્ય લઇને આવવાની વાત કરતા હતા હવે એમના જ ધારાસભ્ય બચાવી શકતા નથી. વિરજીભાઈ બુમો પાડીને કહેતા હતા કે નીતિનભાઈ 15 ધારાસભ્યો લઇને આવો એ તમે શું કરતા હતા.
કોંગ્રેસના અમુક ધારાસભ્યોને વજનના ભારોભાર ખરીદવામાં ભાજપ સફળઃ ધાનાણી
વિધાનસભામા ધાનાણીએ કહ્યું હતું કે કોંગ્રેસના અમુક ધારાસભ્યોને વજનના ભારોભાર ખરીદવામાં ભાજપ સફળ થયો છે. 14મીની રાત્રે મુખ્યમંત્રીના ઘરે ભારોભાર તોલી લીધા હતા. તેમણે જનતાના મેન્ડેડનો અનાદાર કર્યો છે. ધાનાણીએ આડકતરી રીતે સ્વીકારતા કહ્યું છેકે અમે હારીશું પણ અંત સુધી લડીશું. પરેશ ધાનાણી ગૃહમાં જણાવ્યું હતું કે કમલમમાં કોરોનાના બદલે તોડોના ચાલે છે. જે પાંચ રાજ્યોને ભરખી ગયો છે. ઘરના બંદરને પૂરીને રાખ્યા અને બહારના બંદરને પંદર-પંદર, ભાજપના ધારાસભ્યો ગૃહ બહાર આવી વાતો કરી રહ્યાં છે.
સાબિત કરવા જેવું કંઇ નથીઃ શૈલેષ પરમાર
મુખ્યમંત્રી અને પક્ષના પ્રમુખ પર કોંગ્રસે જે આક્ષેપ કર્યા છે એ પુરવાર કરે એવા નીતિન પટેલના નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું છેકે, સાબિત કરવા જેવું કઇં નથી. અગાઉ કુંવરજી અને જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીની લાલચ આપી ભાજપમાં લઇ જઇને મંત્રી બનાવ્યા એ જ બતાવે છે.

સ્પીકરે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થયેલી સામ સામી આક્ષેપબાજી રેકોર્ડ પરથી દૂર કરાવી
વિધાનસભા ગૃહ દરમિયાન પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વચ્ચે થયેલી આક્ષેપબાજીને સ્પીકરે છેલ્લે રેકોર્ડ પરથી દૂર કર્યાં

X
Ministers woke up in assembly, calls for legislators to sell merchandise

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી