તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:મહુવાની સોસાયટીઓમાં સફાઇના નામે મીંડુ

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા નગરપાલિકાની હદમાં આવેલ સોસાયટી વિસ્તારમાં મહુવાની 50 ટકા જેટલી વસ્તી વસવાટ કરી રહી છે. સોસાયટીના રહીશો નિયમિત પણે નગરપાલિકાના સ્થાનીક કરવેરા ભરે છે. આ સોસાયટી વિસ્તારમાં કયારેય નગરપાલિકાને ઢોલ વગાડી વેરો ઉઘરાવવા જવુ પડયુ નથી. તેમ છતા સોસાયટી વિસ્તારમાં લોકોની પ્રાથમીક જરૂરીયાત સફાઇની સુવિદ્યા આજની તારીખે શુન્ય હોવાની સાથે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો મન ફાવે તે રીતે ચાર-પાંચ દિવસે, એક-બે દિવસે સવારે કે સાંજે આવતા હોય છે.આથી લોકોને જાહેરમાં ખુલ્લા પ્લોટોમાં કચરો નાખવાની ફરજ પડી રહી છે.

મહુવાના સોસાયટી વિસ્તારના રહીશો અનેકોવાર નગરપાલિકાને રજુઆત કરી છે. સોસાયટીમાં કચરો ઉપાડવામાં આવતો નથી, સફાઇ કામદારો દેખાતા નથી. સફાઇ કામની મંજુરી વખતે ડેવલોપમેન્ટ ચાર્જ અને નિયમિત પણે સફાઇ કર સહિતના સ્થાનિક કરની જવાબદારી સમયસર નિભાવતા સોસાયટીના રહીશોને કચરો નાખવાનો પ્રશ્ન ઉભો થાય છે. આથી કચરો ખુલ્લી જગ્યામાં ફેંકવાની ફરજ સોસાયટીના રહીશોને પડી રહી છે. કચરો એકઠો કરી નાશ કરવાની પાલિકા જવાબદારી નહી નિભાવે તો જીવ જંતુના ત્રાસથી રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. મહુવા નગરપાલિકાને ડોર ટુ ડોર કચરો ઉપાડવા સ્વૈચ્છીક સંગઠનો અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લાખો રૂપિયાનું દાન આપી નગરપાલિકાને વાહનો વસાવવા સરળતા કરી આપી છે. પરંતુ મેન્ટેનન્સ અને વ્યવસ્થાના અભાવે કે ચાલકોના પ્રશ્ને નિયમિત પણે કચરાનુ કલેકશન થતુ ન હોય દાન એળે ગયુ હોવાનું નગરજનો કહી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો