અમદાવાદ / ધોલેરાના એરપોર્ટ પ્રોજેક્ટમાં પિરાણાની લાખો મેટ્રિક ટન રેતીનો ઉપયોગ થઈ શકે

Millions of metric tons of sand of pirana may be used in the Dholera Airport Project

  • જુલાઈ 2019માં ગુજરાત સરકારની બેઠકમાં રેતીનો ઉપયોગ કરવાનું સૂચન અપાયું હતું
  • ધોલેરામાં 2000 કરોડના ખર્ચે 1700 એકર જમીન પર એરપોર્ટ બનશે

Divyabhaskar.com

Jan 02, 2020, 03:14 PM IST

અમદાવાદ: 2000 કરોડના ખર્ચે 1700 એકર જમીનમાં તૈયાર થનાર ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટમાં પિરાણાની લાખો મેટ્રિક ટન રેતીનો ઉપયોગ થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ જુલાઈ 2019માં ગુજરાત સરકારની હાઈ લેવલ કમિટીની બેઠકમાં ધોલેરા એરપોર્ટ માટે પિરાણાના કચરાને રિસાઈકલ કરીને નીકળનારી રેતીનો ઉપયોગ કરવાનું સુચન અપાયું હતું.

પિરાણામાંથી નીકળનારી રેતીનો ઉપયોગ એરપોર્ટ પ્રોજેક્ટમાં કરાશે
પિરાણામાં આવેલો કચરાનો ડુંગર ભારે પ્રદૂષણ ફેલાવી રહ્યો છે. પિરાણાના કચરાથી આસપાસના લોકોને તો નુકસાન થઈ જ રહ્યું છે સાથે તેમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓથી પણ નિકટના વિસ્તારોમાં લોકોને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. જોકે આ કચરાનો ડુંગર હવે ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટમાં મોટું યોગદાન આપી શકે છે. પિરાણાના કચરામાંથી નીકળનારી લાખો ટન રેતીનો ઉપયોગ એરપોર્ટના પ્રોજેક્ટમાં કરાશે.

ધોલેરા એરપોર્ટ માટે અંદાજે 70 લાખ મેટ્રિક ટન રેતીની જરૂર
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યાં પિરાણાના કચરાને અલગ કરવામાં આવી રહ્યો છે ત્યાં ધોલેરા એરપોર્ટના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેમણે રેતીનું સેમ્પલ પણ લીધું હતું. સૂત્રો મુજબ ધોલેરા એરપોર્ટ માટે 70 લાખ મેટ્રીક ટન રેતીની જરૂર પડશે. જેમાંથી પિરાણામાંથી જ નીકળનારી 40થી 45 લાખ મેટ્રિક ટન રેતીનો ઉપયોગ થશે.

X
Millions of metric tons of sand of pirana may be used in the Dholera Airport Project

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી