તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે દૂધથી બનેલી વસ્તુઓનું વધારે સેવન કરવું જોઈએ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધ, યોગર્ટ તથા ચીઝ ઉપરાંત યોગર્ટ ખાવું વધારે ફાયદાકારક છે
  • બ્રેસ્ટ કેન્સર માટે બેક્ટેરિયલ ઈન્ફ્લેમેશન મુખ્ય પરિબળ છે

દિવ્યશ્રી ડેસ્ક. દિવસેને દિવસે કેન્સરની બીમારી વધી રહી છે. આંકડાના પ્રમાણે, સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. મહિલાઓનું સરેરાશ આયુષ્ય વધવાની સાથે બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ વધી રહ્યું છે. આ બીમારી માટે ઈન્ફ્લેમેશન આજકાલ એક મોટું રિસ્ક ફેક્ટર બની ગયું છે. આ ઈન્ફ્લેમેશન કેન્સર ટ્યુમર માટે ઘણે અંશે જવાબદાર છે. તેથી સંશોધકોનું કહેવું છે કે, મહિલાઓને ઈન્ફ્લેમેશન અને બ્રેસ્ટ કેન્સરથી બચાવવા માટે દૂધથી બનેલી વસ્તુઓ વધારેમાં વધારે ખાવી જોઈએ. તેમાં દૂધ, યોગર્ટ તથા ચીઝનો સમાવેશ થાય છે. 


તે ઉપરાંત યોગર્ટ ખાવું વધારે ફાયદાકારક છે. તેમાં રહેલા બેક્ટેરિયા સેલ્સમાં થનાર ઈન્ફ્લેમેશન ઘટાડે છે. તેનાથી ટ્યુમર બનવાની શક્યતાઓ ઓછી રહે છે. ‘લેન્ક્સ્ટર યુનિવર્સિટી’ના દ્વારા કરવામા આવેલ રિસર્ચમાં જણાવ્યા, પ્રમાણે બ્રેસ્ટ કેન્સર માટે બેક્ટેરિયલ ઈન્ફ્લેમેશનનું મુખ્ય પરિબળ છે. બેક્ટેરિયા શરીરમાં ટોક્સિન બનાવે છે. આ ટોક્સિનથી સેલ્સમાં સોજો આવે છે. 


તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જ્યારે યુવાવસ્થામાં સેલ્સ વધારે જલ્દી રિપેર થાય છે. જિંદગીના બીજા સ્ટેજમાં આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. યોગર્ટ તથા ચીઝ જેવી પ્રોડક્ટ્સ ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. જર્નલ મેડિકલ હાઈપોથેસિસમાં જણાવ્યા પ્રમાણે, નેચરલ યોગર્ટ એટલે કે દહીંનું દરરોજ સેવન કરવામાં આવે તો મહિલાઓમાં સ્તન કેન્સરના જોખમને અમુક હદ સુધી ઘટાડી શકાય છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો