તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:વલસાડમાં આધેડ મહિલા, પારડી તાલુકામાં 2 વૃધ્ધ કોરોના પોઝિટિવ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ, 2 દર્દી ડિસ્ચાર્જ, કેસોમાં ઘટાડો

વલસાડ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ 2 કેસ નોંધાયા હતા.વલસાડના ખડકીભાગડામાં એક આધેડ વયની મહિલા અને પારડી તાલુકાના 2 વૃધ્ધના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ સાથે વલસાડ તાલુકાના 2 દર્દી કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.વલસાડ જિલ્લામાં ઓક્ટોબરથી કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થઇ છે. રવિવારે વલસાડ જિલ્લામાં ખડકીભાગડામાં 55 વર્ષીય મહિલા અને પારડી તાલુકાના પરવાસા ટેકરા ફળિયામાં રહેતા 72 વર્ષીય વૃધ્ધ તથા બાવરીમોરા ફળિયામાં 70 વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિત થયા હતા.જો કે વલસાડ અટગામના મંદિર ફળિયામાં રહેતા 28 વર્ષીય યુવાન અને ડુંગરીના વૃંદાવન સોસાયટીમાં રહેતા 22 વર્ષીય યુવકે કોરોનાને માત આપી હતી.

દમણમાં કોરોના પોઝિટિવનો આંકડો 1300 થયો, એક્ટિવ કેસ માત્ર 20
દમણમાં ત્રણ માસ સુધી કોરોના પોઝિટિવનું જોર સૌથી વધુ રહ્યું હતું. આ ત્રણ માસમાં સરેરાશ રોજના 20થી વધુ નવા પોઝિટિવ કેસ આવી રહ્યા હતા જેને લઇને એક્ટિવ કેસની સંખ્યા 200ની ઉપર ચાલી ગઇ હતી. જોકે, હાલમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છેકે, દમણ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1300 ઉપર પહોંચી છે. જોકે, આ સાથે જ 1280 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો