હેલ્થ એપ / શાઓમી ફિટનેસ ઓરિએન્ટેડ Mi હેલ્થ એપ બનાવી રહી છે, Mi ફિટથી વધુ સારી હશે

Mi Health is a new health and fitness app by Xiaomi know how to install and use
Mi Health is a new health and fitness app by Xiaomi know how to install and use

Divyabhaskar.com

Jul 25, 2019, 04:11 PM IST

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમી હેલ્થ અને ફિટનેસ ઓરિએન્ટેડ એપ Mi હેલ્થ તૈયાર કરી રહી છે. આ એપ Mi ફિટથી વધુ સારી હશે સાથે એમાં ઘણા લેટેસ્ટ ફીચર્સ પણ જોવા મળશે. હાલ તો આ એપ ચીનમાં એમઆઈયુઆઈ 9.7.23 બીટા બિલ્ટ સાથે જ અવેલેબલ કરાવવામાં આવશે. માર્કેટમાં પહેલેથી અવેલેબલ એમઆઈ ફિટ એપને એમઆઈ ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરીને એમઆઈ ફિટનેસ બેન્ડ અને એમઆઈના અન્ય ડિવાઇસથી ડેટા કલેક્ટ કરી શકાય છે.

ઘણા સ્માર્ટફોન બ્રાન્ડની એપ ગૂગલ સ્ટોર પર અવેલેબલ છે જે મોટેભાગે પોપ્યુલર એપ જેવી જ હોય છે. આને ખાસ ચીન માટે તૈયાર કરવામાં આવે છે જ્યાં આજેપણ ગૂગલની પ્રોડક્ટ અને સર્વિસ બેન છે. માટે ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ ખુદની કેલ્ક્યુલેટર એપ, કેલેન્ડર એપ, ગેલરી એપ સહિત અન્ય એપ તૈયાર કરે છે જેનાથી યુઝરે ગૂગલ પર નિર્ભર રહેવું ન પડે.

અન્ય ફિટનેસ એપની જેમ યુઝર એમઆઈ હેલ્થ મારફતે દિવસભરમાં કેટલા ડગલાં ચાલ્યા તે ગણી શકશે. તેમાં ઊંઘવાનો સમય અને કેટલો સમય નીંદર કરી તે પણ ટ્રેક કરી શકાય છે. આ એપ મહિલાઓ માટે ઘણી ફાયદાકારક છે. એપ યુઝરને એક્સરસાઇઝ કરવા માટે પ્રેરિત કરવાની સાથે યુઝરની ઊંઘ, સ્ટેપ કાઉન્ટ, બોડી માસ ઇન્ડેક્સના આધારે તેનો હેલ્થ સ્કોર કાર્ડ બતાવશે.

X
Mi Health is a new health and fitness app by Xiaomi know how to install and use
Mi Health is a new health and fitness app by Xiaomi know how to install and use
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી