લોન્ચ / 8K વીડિયો સપોર્ટ સાથે ‘Mi ફુલ સ્ક્રીન ટીવી પ્રો’ લોન્ચ થયું

'Mi Full Screen TV Pro' launches with 8K video support

  • તમામ ટીવીમાં 8K વીડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. તે ડોલ્બી ઓડિયો અને DTS-HDને સપોર્ટ કરે છે.
  • સ્કીનની સાઈઝ પ્રમાણે ટીવીનાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે

Divyabhaskar.com

Sep 24, 2019, 06:19 PM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમીએ ચીનના બેઇજિંગના એક ઇવેન્ટમાં ફુલ સ્ક્રીન ટીવી ‘Mi ફુલ સ્ક્રીન ટીવી પ્રો’ લોન્ચ કર્યું છે. કંપનીએ 3 ડિસ્પ્લે સાઈઝમાં આ ટીવીને લોન્ચ કર્યા છે. આ તમામ ટીવીમાં 4K ડિસ્પ્લે સરાઉન્ડ અને સૌથી થિન બેઝલ્સ આપવામાં આવ્યા છે. કંપની મુજબ તમામ ટીવીની બોડી 97% સ્ક્રીન કવર કરે છે.

આ તમામ ટીવીમાં 8K વીડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે. તે ડોલ્બી ઓડિયો અને DTS-HDને સપોર્ટ કરે છે. ટીવીમાં 12nm Amlogic પ્રોસેસર આપવામાં આવ્યું છે.


વેરિઅન્ટ અને કિંમત

43 ઇંચ CNY 1,499 (આશરે 15,000 રૂપિયા)
55 ઇંચ CNY 2,399 (આશરે 24,000 રૂપિયા)
65 ઇંચ

CNY 3,399 (આશરે 34,000 રૂપિયા)

કંપનીએ લોન્ચિંગ સાથે જ તમામ ટીવીનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. આ તમામ ટીવીનું વેચાણ ચીનમાં 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે આ ટીવી ભારતમાં ક્યારે લોન્ચ થશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

‘Mi ફુલ સ્ક્રીન ટીવી પ્રો’નાં સ્પેસિફિકેશન

  • આ ટીવીમાં ફુલ એલ્યુમિનિયમની ફ્રેમ આપવામાં આવી છે. ટીવીની બેક સાઈડમાં 3D કાર્બન ફાઈબર પેટર્ન આપવામાં આવી છે. આ સિરીઝના તમામ ટીવી 4K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ટીવીમાં 9th જનરેશન ઇમેજ પ્રોસેસિંગ એન્જિન આપવામાં આવ્યું છે.
  • કંપની મુજબ આ ટીવીમાં 8K વીડિયોને USB ડ્રાઇવની મદદથી ઓફલાઈન પ્લે કરી શકાય છે. ઓનલાઇન 8K વીડિયો પ્લેબેક 24fpsVP9 અને H.265 સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે.
  • ટીવીમાં 12nm ક્વૉડકોર Amlogic T972 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સ્પીડ 1.9GHz છે. તેમાં 2 GB રેમ અને 32 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટીવીમાં ‘PatchWall UI’ ઓપરેટિંગ સિસ્ટમ સાથે બિલ્ટ ઈન XiaoAi અસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે.
X
'Mi Full Screen TV Pro' launches with 8K video support

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી