ધોકો પણ દિવાળીની જેમ જ ઉજવાશે

છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીનો દિવસ આવે પછી બેસતું વર્ષ આવતું નથી અને વચ્ચે ધોકો આવી જાય છે. આ ધોકાના કારણે શરૂઆતમાં અવઢવ થયા બાદ હવે ટેવાઇ ગયેલા શહે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 06, 2010, 02:04 AM
Extra day will also celebrate like diwali
dhokoછેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીનો દિવસ આવે પછી બેસતું વર્ષ આવતું નથી અને વચ્ચે ધોકો આવી જાય છે. આ ધોકાના કારણે શરૂઆતમાં અવઢવ થયા બાદ હવે ટેવાઇ ગયેલા શહેરીજનો પાંચને બદલે છ દિવસની દિવાળી હોય તેવી ગણતરી માંડીને ધોકાને પણ દિવાળીની જેમ જ ઉજવવા લાગી ગયા છે. આ વર્ષ પણ શનિવારે આવતો ધોકો ઉજવવાનું આયોજન શહેરીજનોએ કરી દીધું છે. પ્રાપ્તવિગતો અનુસાર, દિવાળીની ઉજવણી કરવા માટે થનગની રહેલા લોકોએ શુક્રવારે ભારે હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી. એકબીજાને હેપ્પી દિવાળી કહીને નવાં વસ્ત્રો સાથે દેવદર્શ કરીને દિવાળી ઉજવી રહેલા લોકોએ અગાઉથી દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે આવતા ધોકાને ઉજવવાનું પ્લાનીંગ કરી નાંખ્યું છે. સામાન્ય રીતે શાળા કોલેજોમાં તો દિવાળી વકેશન હોય છે પણ જે લોકોને માત્ર દિવાળીની પાંચ જ રજાઓ મળે છે તેમણે પણ દિવાળીના બીજા દિવસે આવતા ધોકાની ઉજવણી માટે રજાની જોગવાઇ કરી દીધી છે. ફિલ્મ જોવી, ઘરનો શણગાર કે પછી સગાં સબંધીઓને મળવાના આયોજનો માટે ટુંકા પડતા દિવસોમાં હવે કાયદેસર ઉજવણી માટે એક દિવસનું એક્સટેન્શન મળી ગયું છે. દિવાળીના દિવસે ઉજવણી કરી ચૂકેલા લોકો માટે ફટાકડા ફોડવા, રંગોળી પુરવી, દેવદર્શન જવું કે પછી સગાંવ્હાલાંને મળવા જેવી બાબતો તો કરશે જ પણ વેપારીઓને પણ નવા વર્ષના પહેલા દિવસે દુકાન ખોલતાં પહેલાં સાફ સફાઇ કે તૈયારી માટે એક વધારાનો દિવસ મળી ગયો છે. દિવાળી એટલે અમાસ , ઘણા લોકોને અમાસના ઉપવાસ કે અમાસની બાધા હોય છે. આથી દિવાળીના દિવસે તો ઉપવાસ હોવાના લીધે દિવાળીની મધમીઠી મીઠાઇ કે ફાફડા થાપડાના ચટપટા સ્વાદથી વંચિત રહી જતા હતા. હવે ધોકાના લીધે બે અમાસ આવી જાય છે. આથી દિવાળીના દિવસે તમામ શોખ પુરા કરીને આરામથી ધોકાના દિવસે વ્રત કે ઉપવાસ પુરા કરી શકાય છે. વળી, બાળકોને દિવાળીની વચ્ચે આવતા આ ખાલી દિવસમાં શું કરવું તેની મુંઝવણ હોતી નથી. આથી બાળકોની જોડે મોટેરાં પણ ફરજીયાત ઉજવણીમાં જોડાઇ જાય છે. મોર્ડન દિવાલીની ઉજવણીમાં એટવટૉઝર્સ, માર્કેટિંગ પોલીસી અને અન્ય અનેક પ્રકારના માહિતીના મારા ના કારણે ઉજવણી માટે અનેક પ્રકારના નુસ્ખા અજમાવવમાં આવે છે. જેનો લાભ લેવા માટેના બે કારણો છે એક તો આ દિવસોમાં લોકો પાસે ખરીદીનું અલગ બજેટ હોય છે અને બીજું દિવાળીના દિવસોમાં ખરીદી શુભ માનવામાં આવે છે. આ બધામાં ડિસ્કાઉન્ટ અને સેલ બળતાંમાં ઘી હોમે છે. આ સ્થિતી માર્કેટમાં તેજીનો તોખર લાવી દે છે. દિવાળીએ દીપ પ્રગટાવીશું અને ધોકામાં ધૂમ મચાવીશું દિવાળીની ઉજવણીમાં યુવાનો સૌથી વધુ સંકળાય છે. નવા વસ્ત્રો પહેરીને પરિચિતો વચ્ચેની ફેશન પરેડ હોય કે પછી ધમાકેદાર ફટાકડા ફોડીને બતાવવાની બહાદૂરી હોય દિવાલીમાં જ્યાં જુઓ ત્યાં યુવાનોની જ સામેલગીરી હોય છે. આથી જ ધોકાના દિવસના આયોજનોમાં યુવાનોની આગવી અદા છલકાઇ આવે છે. શહેરના યુવાનોએ ધોકાના દિવસે ધૂમ મચાવવાનું પ્લાનીંગ કરી નાંખ્યું છે. આ અંગે વાત કરતાં વાઘોડીયા રોડના શૈલેષે જણાવ્યું કે અમે દિવાળીના દિવસે દીવા જલાવીને ઉજવણી કરી છે હવે ધોકાના દિવસે ફટાકડાના ધડાકા કરીને ધૂમ મચાવીશું, કારણ કે મોટાભાગે ધોકાના દિવસે ફટાકડા ફોડનારા ઓછા હોય છે આથી અમારા ફટાકડાની ઉજવણી તમામનું ધ્યાન ખેંચશે.

X
Extra day will also celebrate like diwali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App