ગુજરાતી ફિલ્મના યુવા અભિનેતા વિક્રમ ઠાકોરની અટકાયત

35 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર છુટકારો

Gautam Patel

Gautam Patel

Divyabhaskar.com | Updated - Jun 21, 2011, 12:40 AM
police arrest Gujarat film actor vikram thakore

vikramthakor_256- રૂ.35 લાખની છેતરપિંડીનો આરોપ- આખરે જામીન પર છુટકારો

ગુજરાતી ફિલ્મોના સફળ કલાકાર વિક્રમ ઠાકોરની સોમવારે આણંદ રૂરલ પોલીસે છેતરપિંડીના કિસ્સામાં ધરપકડ કરી હતી. આ બનાવને કારણે ચરચાર મચી છે. જો કે વિક્રમ ઠાકોર પછીથી જામીન પર મુક્ત થયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર આણંદના ઝાખરિયા ગામના વતની પરેશભાઈ હરમનભાઈ પટેલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશને વિક્મ ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વિક્રમે ફિલ્મ બનાવવા માટે તેમની પાસેથી અલગ અલગ સમયે બે વખત પૈસા લીધા હતા, પરંતુ ફિલ્મ ન બની અને પૈસા પણ પાછા આપતો નહોતો. વિક્રમે આ પ્રકારે રૂ.35 લાખ તેમની પાસેથી લીધા હતા.

આ અંગે છેવટે ફરિયાદ નોંધાયા બાદ વિક્રમે આણંદ સેસન કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ સેસન કોર્ટે આગોતરા જામીન આપ્યા નહોતા.

દરમિયાન વિક્રમે છેવટે હાઈકોર્ટમાં અરજી કરીને આગતરા જામીન મેળવ્યા અને આજે સોમવારે બપોરે 1.30 વાગ્યે આણંદ રૂરલ પોલીસ સ્ટેશને હાજર થયો હતો, જ્યાં પોલીસે તેને અટકાયતમાં લઈને પછી જામીન પર મુક્ત કર્યો હતો.X
police arrest Gujarat film actor vikram thakore
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App