દિવાળીમાં સતત બીજા વર્ષે પડતર દિવસનો સંયોગ : લોકોને હાશ

સતત બીજા વર્ષે પડતર દિવસનો યોગ યથાવત રહ્યો છે. સામાન્ય રીતે દિવાળી બાદ બીજા જ દિવસે નૂતન વર્ષની ઉજવણીનો આનંદ અનેરો હોય છે...

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 06, 2010, 01:50 AM
Continues second year extra day after diwali
- ભૂલકાં-યુવાનોને બે દિવસ આતશબાજીની તક - પડતર દિવસ સંયુક્ત પરિવારો માટે સુલભ સતત બીજા વર્ષે પડતર દિવસનો યોગ યથાવત રહ્યો છે. સામાન્ય રીતે દિવાળી બાદ બીજા જ દિવસે નૂતન વર્ષની ઉજવણીનો આનંદ અનેરો હોય છે પરંતુ આ વર્ષે પણ પડતર દિવસ હોવાથી દિવાળીની ઉજવણી બે દિવસ કરવામાં આવશે. જોકે પડતર દિવસના પગલે કેટલાક પરિવારોએ ખરીદી માટે પણ પુરતો સમય મળી રહેતો હોવાની લાગણી સાથે હાશ અનુભવી હતી. ગ્રહોના ભ્રમણ પરથી નક્કી કરાતી તિથીઓ અને તે અનુસાર મુહૂતોg અને હિંદુ તહેવારોનો સમય નક્કી થાય છે. આવા શાસ્ત્રોકત યોગને કારણે બે વર્ષથી દિવાળી બાદ પડતર દિવસનો સંયોગ થાય છે. જેથી આ વર્ષે પણ દિવાળીની ઉજવણી બાદ પડતર દિવસે વિશ્રામનું વાતાવરણ સર્જાશે. સમયનો સદઉપયોગ કરી નવા વર્ષની બાકી તૈયારીઓ પડતર દિવસે પૂર્ણ કરવામાં આવશે. બાળકો યુવાનોને આતશબાજીનો આનંદ બે દિવસ સુધી લૂટવાની તક આ વર્ષે પણ મળી છે. ધંધા વેપારની દ્રષ્ટિએ પણ પડતર દિવસ ફાયદાકારક સાબિત થઇ શકે છે પરંતુ નવા વર્ષના મૂહુર્ત મામલે અસમંજસની સ્થિતિ સર્જાય તેમ છે. શનિવાર સવારથી રવિવાર સવાર સુધી પડતર દિવસ હોવાથી રવિવારે જ સંવત ૨૦૬૭ નો શુભારંભ થશે. જો કે સંયુક્ત પરિવારો માટે પડતર દિવસ સુલભ રહે છે.

X
Continues second year extra day after diwali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App