ચીનુ મોદીને વલી ગુજરાતી એવોર્ડ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહિના પહેલા જિંદગીના સાત દાયકા વટાવનાર ગુજરાતના ટોચના ગઝલકાર ચીનુ મોદીને ગુજરાતી ગઝલના ટોચના એવોર્ડ વલી ગુજરાતી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આમ તો આ કવિ કહે છે કોઈ ઇચ્છાનું મને વળગણના હો, એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો... ભાઈ કાકા હોલ ખાતે યોજાયેલા સન્માન સામરંભમાં યુવા અને રમત ગમત વિભાગના મંત્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે એવોર્ડનો સ્વીકારતા કરનારા ચીનુ મોદીએ જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા એવોર્ડ બાદ આ મારો જિંદગીનો મોટામાં મોટો એવોર્ડ છે. વલી ગુજરાતી એવોર્ડ દ્વારા ખાસ ગઝલકારોને જ નવાજવામાં આવે છે તે ઘણી ખુશીની વાત છે. અત્યાર સુધી હું માત્ર વલી ગુજરાતી એવોર્ડની કમિટીમાં હતો, આજે હું પોતે જ આ એવોર્ડનો હકદાર બન્યો છું. કાર્યક્રમમાં ફકીરભાઈ વાઘેલા, હર્ષ બ્રહ્નભટ્ટ, વિનોદ જોષી, હર્ષદ ત્રિવેદીએ ચીનુમોદી અને તેમના સાહિત્યની યાત્રા વિશે વાત કરી. જ્યારે સરકારના ઉચ્ચ અધિકારી અને કવિ ભાગ્યેશ જહાએ ચીનુ મોદીની દરેક કૃતિઓની ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને વાત કરી હતી. ચીનુભાઈ વિશે કવિ રમેશ પારેખે એક કાવ્યમાં લખ્યું હતું કે, શ્વેત કેતુ મસ્તકમાં બંડના વાયુઓ ભમે, વળી અમાં ગઝલના સિક્કાઓનું કારખાનું ધમધમે... વલી ગુજરાતી એવોર્ડના સન્માનિતો ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા આ એવોર્ડમાં ગઝલકારની ગઝલોના સર્જનને ધ્યાનમાં રખાય છે. વલી ગુજરાતી એવોર્ડના હકદાર જલન માતરી, આદિલ મન્સુરી, રતિલાલ ‘અનિલ’, અસિમ રાંદેરી, રાજેન્દ્રર શુક્લ બાદ આ એવોર્ડના હકદાર બનેલા ચીનુ મોદીનો ગઝલને મુશાયરા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફાળો છે.