ઓટો એક્સપો 2020 / MGએ નવી SUV Gloster રજૂ કરી, અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા

MG introduces a new SUV Gloster with an estimated cost of Rs 35 lakh
MG introduces a new SUV Gloster with an estimated cost of Rs 35 lakh

Divyabhaskar.com

Feb 08, 2020, 12:07 PM IST

ઓટો ડેસ્કઃ એમજી મોટર્સે ઓટો એક્સપો 2020માં તેની નવી SUV MG Gloster શોકેસ કરી દીધી છે. હેક્ટર અને હેક્ટર પ્લસ પછી આ એમજીની ભારતમાં ત્રીજી SUV હશે. ચીનમાં આ કરને Maxus D90 નામથી વેચવામાં આવે છે. Gloster થ્રી રો સીટ્સવાળી ફુલ સાઇઝ SUV છે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર ટોયોટા ફોર્ચ્યૂનર, ફોર્ડ એન્ડેવર અને મહિન્દ્રા Alturas સાથે થશે.

MG Glosterનો લુક Maxus D90 જેવો જ છે. આ એકદમ બોલ્ડ અને મસ્ક્યુલર જોવા મળે છે. આ કારના ફ્રંટમાં હેલી ક્રોમ સ્લેટ્સ સાથે મોટી ગ્રિલ અને LED DRL સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે. બોનેટ પર બોલ્ડ લાઇન્સ અને બંપરની બંને બાજુ ક્રોમ બ્રેઝલ્સ સાથે આપવામાં આવેલું ફોગલેમ્પ હાઉસિંગ તેના મસ્ક્યુલર લુકને વધુ સારો બનાવે છે. એમજીની આ SUVમાં બોલ્ડ એલોય વ્હીલ્સ અને LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. આ તેના સેગમેન્ટની સૌથી મોટી SUVમાંની એક છે. આ કારની લંબાઈ 5005 mm, પહોળાઈ 1932 mm અને ઊંચાઈ 1875 mm છે.

ઇન્ટિરિયર
MG Glosterનું ઇન્ટિરિયર એકદમ પ્રીમિયમ હશે. તેમાં લેધર અપહોલ્સ્ટ્રી મળશે. કેબિનમાં પ્રીમિયમ અને સોફ્ટ ટચ મટિરિયલનો વધુ ઉપયોગ થયેલો જોવા મળશે. SUVમાં એમ્બિઅન્ટ લાઇટિંગ, 3 ઝોન ઓટોમેટિક એસી, 8 ઇંચની મલ્ટિ-ઇન્ફોર્મેશન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિસ્પ્લે, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, પેનોરમિક સનરૂફ અને 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ મળશે. એમજી તેની આ પ્રીમિયમ SUV સાથે ગ્રાહકોને પર્સનલાઇઝેશનના પણ અનેકઓપ્શન્સ આપશે.

એન્જિન
ઇન્ટરનેશનલ માર્કેટમાં આ SUV 224hp પાવરવાળા 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં આવે છે. આ સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન મળે છે. ભારતમાં તેને 218hp પાવરવાળા 2.0 લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.

કિંમત
એમજી મોટર્સની આ ગાડી ભારતમાં આ વર્ષના અંત સુધીમાં અથવા વર્ષ 2021ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. આ કારની કિંમત 35 લાખ રૂપિયા આસપાસ રહેવાની શક્યતા છે.

X
MG introduces a new SUV Gloster with an estimated cost of Rs 35 lakh
MG introduces a new SUV Gloster with an estimated cost of Rs 35 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી