તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

MG Hector SUVને 23 દિવમાં મળ્યું 10 હજાર યુનિટનું બુકિંગ, ગુરૂવારે લોન્ચ થઈ હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્ક. MG મોટર્સ ઈન્ડિયાએ તેની પ્રથમ SUV MG Hector ભારતમાં ગુરૂવારે લોન્ચ કરી છે. કંપનીએ ગત 4 જૂનથી તેનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું હતું. 23 દિવસનાં સમયમાં કંપનીને 10 હજાર યુનિટનું બુકિંગ મળ્યું છે. કંપનીએ તેની કિંમત રૂપિયા 12.18 લાખ (એક્સ શોરૂમ) રાખી છે. 

રૂપિયા 12.18 લાખના સેગમેન્ટમાં MG Hector સાથે થોડા સમય પહેલાં જ લોન્ચ થયેલી ટાટા હેરિયર સૌથી મોટી સ્પર્ધક છે. ટાટા હેરિયરની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત રૂપિયા 12.99 લાખ રાખવામાં આવી છે. આ કિંમત સેગમેન્ટમાં MG Hector SUVનું ટેગિંગ થતાં આ કારને લોકપ્રિયતા મળવાની કંપનીએ આશા વ્યક્ત કરી છે. Hector SUVનું ઉત્પાદન ગુજરાતનાં હાલોલ સ્થિત પ્લાન્ટમાંથી કરવામાં આવી રહ્યું છે. 

MG Hector સેગમેન્ટની પ્રથમ કનેક્ટેડ કાર છે. તેમાં 100 કરતાં વધુ કનેક્ટિવિટી ફીચર્સ આપ્યા છે. આ ફીચર્સ માટે MG મોટર્સે અનેક દિગ્ગજ ટેક કંપનીઓ સાથે કરાર કર્યા છે. કારમાં વર્ટિલકી માઉન્ટેડ અલ્ટ્રા લાર્જ ફૂલ-HD ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીન પણ આપી છે. આ સિસ્ટમમાં પ્રિ-લોડેડ કન્ટેન્ટ પણ આપેલું છે. તેના થકી આખી કારનું સેટિંગ્સ પણ મેનેજ કરી શકાય છે. 

આ કારનાં કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો તેમાં રિઅલ ટાઈમ નેવિગેશન, રિમોટ લોકેશન, જિયો-ફેસિંગ અને ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ આપી છે. કારમાં ઓવર ધ ઈયર(OTA)નું અપડેટ પણ મળશે. મિકેનિકલ સ્પેસિફિકેશન્સમાં 143hp, 1.5- લિટર પેટ્રોલ એન્જિન અને 170hp, 2.0- લિટરનું ડિઝલ એન્જિન ઓપ્શન આપ્યા છે. સાથે જ પેટ્રોલ વેરિઅન્ટમાં 48V માઈલ્ડ હાઈબ્રિડનો ઓપ્શન પણ આપ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો