તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમજી હેક્ટરને નવાં 8 હજાર બુકિંગ મળ્યાં, રિ-બુકિંગ શરૂ થતાં કંપનીએ કિંમતમાં 40 હજાર રૂપિયાનો વધારો કર્યો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ એમજી મોટર્સની એસયુવી હેક્ટરને 8000 નવાં બુકિંગ મળ્યાં છે. આ બુકિંગની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ હતી. રિ-બુકિંગ શરૂ થયા બાદ વેરિઅન્ટ પ્રમાણે કંપનીએ આ કારની કિંમતમાં 30થી 40 હજાર રૂપિયા સુધીનો વધારો પણ કર્યો હતો. અગાઉ, કંપનીએ જુલાઈમાં હેક્ટરના 1508 યૂનિટ્સ, ઓગસ્ટમાં 2018 યૂનિટ્સ અને સપ્ટેમ્બરમાં 2608 યૂનિટ્સ વેચ્યાં હતાં. એટલે કે, કંપનીએ છેલ્લાં ત્રણ મહિનામાં 6134 યુનિટ્સ વેચ્યાં છે. કંપનીએ આ કાર 27 જૂને લોન્ચ કરી હતી. કારની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 12.48 લાખ રૂપિયા છે. આ કારને ચાર વેરિઅન્ટ અને ત્રણ એન્જિન ગિયરબોક્સમાં લોન્ચ કરવામાં આવી હતી.

પાવરફુલ એન્જિન

  • આ કાર ત્રણ એન્જિન-ગિયરબોક્સ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. તેનું 2.0 લિટર ડીઝલ એન્જિન 170 હોર્સપાવર પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે.
  • 1.5 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન 143 હોર્સપાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ તરીકે મળશે, જ્યારે ટર્બો પેટ્રોલ એન્જિનમાં 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળશે.
  • આ ઉપરાંત, તેમાં 48V માઇલ્ડ-હાઇબ્રિડ પેટ્રોલ મોડેલ પણ ઉપલબ્ધ છે, જેમાં ફક્ત 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.
  • કંપનીનું કહેવું છે કે, તેના પેટ્રોલ અને ડ્યુઅલ ક્લચ ઓટો કોમ્બોમાં 13.96kpl, પેટ્રોલ-મેન્યુઅલમાં 14.16kplની એવરેજ, પેટ્રોલ-હાઇબ્રિડમાં 15.81kplની એવરેજ અને ડીઝલ વર્ઝનમાં 17.41kplની એવરેજ મળશે. મળશે.

ફીચર્સ

હેક્ટર એક કનેક્ટેડ કાર છે, જેમાં અનેક કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 10.4 ઇંચની આઇસ્માર્ટ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, એઆઈ-પાવર્ડ વોઇસ આસિસ્ટન્ટ, પ્રિ-લોડેડ એપથી સજ્જ છે. તેની સિસ્ટમમાં એરટેલ સિમ ફીટ કરવામાં આવ્યું છે. હેક્ટરનાં ટોપ મોડલમાં 36૦ ડિગ્રી કેમેરા, ફોર-વે પાવર એડજસ્ટેબલ કો-ડ્રાઇવર સીટ, પેનોરેમિક સનરૂફ, હીટેડ ORVMs, રેન સેસિંગ વાઇપર્સ, ઓટોમેટિક હેડલાઇટ્સ, 17 ઇંચ એલોય વ્હીલ્સ અને 8 કલર સાથે મૂડ લાઇટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે તેમાં ABS સાથે EBD, ESP, ટ્રેક્શન કન્ટ્રોલ, રીઅર પાર્કિંગ સેન્સર, ફોર વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, જ્યારે સ્માર્ટ વેરિઅન્ટમાં ચાર એરબેગ્સ અને શાર્પ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser