મેક્સિકો / રસ્તાનું રિપેરિંગ કામ ન થતા સ્થાનિકોએ મેયરને કાર પાછળ બાંધીને ઘસેડયા

  • આ મામલે 20 લોકોને ઇજા અને 30 લોકોની ધરપકડ થઈ છે
     

Divyabhaskar.com

Oct 10, 2019, 01:32 PM IST

મેક્સિકો: રસ્તાનું રિપેરિંગ કામ ન કરાવવા બદલ મેક્સિકોના મેયરને મોટી કિંમત ચૂકવવી પડી છે. મેયર જોર્જ લુઈસ એસ્કેન્ડન હર્મેનડેઝને સ્થાનિકોએ ઘણી બધી વાર રસ્તા સરખા કરાવવા માટે કહ્યું હતું પણ તેમણે વાત સાંભળી નહોતી. આથી ગુસ્સે થયેલા સ્થાનિકોએ તેમને ટોયોટા કારની પાછળ બાંધીને પબ્લિક વચ્ચે ઘસેડયા હતા.

લોકોના ટોળા ઉમેટ્યાં
જોર્જની ઓફિસની બહાર સ્થાનિકોએ ભેગા થઈને તેમને જબરદસ્તી કારની પાછળ બાંધી દીધા હતા અને ઘસેડયા હતા જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.

30ની ધરપકડ કરી
મેયરના વાઇરલ થયેલા વીડિયોમાં તેમના હાથ દોરડાથી કાર પાછળ બાંધેલા છે અને કાર ફુલ સ્પીડમાં ભાગી રહી છે. આ ઘટનાની જાણ થતા આશરે 40 પોલીસ ઓફિસર આ બધું અટકાવવા માટે આવી ગયા હતા. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે જ્યારે 30ની ધરપકડ કરવામાં આવી છે.

ઘટના પછી મેયરે સ્પીચ આપી
મેયર પણ જમીન પર ઘસડાયા હોવાથી તેમને ઇજા થઈ છે. જો કે, આ ઘટના થયા પછી આઠ કલાક પછી મેયરે સ્પીચ આપી હતી અને કહ્યું કે, હું આ લોકોના ધમકાવવાથી ડરવાનો નથી. આ બધા પર હું મર્ડરનો કેસ ફાઈલ કરીશ.

લોકલ રોડ પર કામ થતું ન હોવાને લીધા અને મેયરે કરેલા વાયદાઓ પૂરા ન કરતા સ્થાનિકોએ આ રીતે તેને મેથીપાક ચખાડવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલાં પણ લોકલ પબ્લિકે ભેગા થઈને આ જ મેયરની ઓફિસ પર તોડફોડ કરી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી