અમદાવાદ / 25ની સ્પીડે બાબાગાડીની જેમ દોડતી મેટ્રો ટ્રેન હવે પૂરપાટ દોડતી થઈ, 10 મહિનામાં 2.89 લાખ લોકોએ મુસાફરી કરી

Metro train running 80 kmph, over 2 lac people traveled in 10 months

  • મેટ્રો હાલના કલાકના 25થી 30ને બદલે 80થી 90 કિમીની ઝડપે દોડાવવા ટ્રાયલ
  • છેલ્લા 10 મહિનામાં 289902 લોકોએ મુસાફરી કરી, 28.47 લાખની આવક થઈ
  • CRS સર્ટિફિકેટ મળતા મે કે જૂનમાં ટ્રેનને લોકો માટે ખૂલ્લા મુકાય તેવી શક્યતા

Divyabhaskar.com

Jan 27, 2020, 03:28 PM IST

અમદાવાદ: વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી હાલ ચાલતી મેટ્રો 25થી 30ની સ્પીડે બાબાગાડીની જેમ દોડી રહી છે. મેટ્રોની સ્પીડ વધારી શકાય તે માટે ધી રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ મેટ્રોને કલાકના 80થી 90 કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ ચલાવી રહ્યા છે. આરડીએસઓના અધિકારીઓ સ્પીડ વધારવાની મંજૂરી આપશે ત્યાર બાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટી મેટ્રોની સ્પીડ ચકાસણી કરશે અને તેમનું પ્રમાણપત્ર મળ્યા બાદ 80થી 90 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. માર્ચ 2019થી શરૂ કરાયેલી મેટ્રો ટ્રેનમાં ડિસેમ્બર સુધી 289902 લાખ લોકોએ મુસાફરી કરી છે. જેથી તંત્રને 28.47 લાખની આવક થઈ છે.

ક્યાં મહિનામાં કેટલા લોકોએ મુસાફરી કરી

મહિનો મુસાફર આવક
માર્ચ 38137 3.81 લાખ
એપ્રિલ 35000 3.47 લાખ
મે 50180 4.93 લાખ
જૂન 36709 3.59 લાખ
જુલાઈ 32068 3.12 લાખ
ઓગસ્ટ 26263 2.57 લાખ
સપ્ટેમ્બર 13908 1.35 લાખ
ઓક્ટોબર 16401 1.59 લાખ
નવેમ્બર 25599 2.49 લાખ
ડિસેમ્બર 15637 1.51 લાખ
કુલ 289902 28.47 લાખ

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રેન એપ્રિલમાં શરૂ કરાઈ હતી
શહેરમાં માર્ચ 2019માં મેટ્રો ટ્રેનનું સંચાલન ઉતાવળે શરૂ કરાયું હતું. ત્યારે વસ્ત્રાલ ગામ, એપેરલ પાર્ક સ્ટેશન શરૂ કરાયા હતા. મેટ્રો શરૂ થયાના 6 મહિના બાદ નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન શરૂ કરાયા હતા, પરંતુ વસ્ત્રાલ અને રબારી કોલોની સ્ટેશન મેટ્રો શરૂ થયાના 10 મહિના બાદ પણ શરૂ થયા નથી. આ બન્ને સ્ટેશન પર ચાલતી કામગીરી એપ્રિલ સુધીમાં પૂર્ણ થયા બાદ સીઆરએસ સર્ટિફિકેટ મળતા મે કે જૂનમાં લોકો માટે ખૂલ્લા મુકાય તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઝડપથી વસ્ત્રાલ ગામ, એપેરલ પાર્ક સ્ટેશન તૈયાર કરી વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ બંને સ્ટેશન વચ્ચે મેટ્રો શરૂ કરી દેવાઈ છે.

વસ્ત્રાલ ગામ સ્ટેશન ખાતે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાની કામગીરી શરૂ
મેટ્રોના તમામ સ્ટેશન પર પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાના હતા. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને હવે આ પ્લેટફોર્મ સ્ક્રીન ડોર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હાલ વસ્ત્રાલ ગામ સ્ટેશન ખાતે ડાઉન પ્લેટફોર્મ પર આ કામગીરી ચાલુ છે અને હાલ ટ્રાયલ ચાલુ છે. આ ડોર મેટ્રો ટ્રેન આવે ત્યારે ખૂલશે.

X
Metro train running 80 kmph, over 2 lac people traveled in 10 months

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી