તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજ્યુકેશન:MSU સાયન્સ ફેકલ્ટીમાં 1100 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે હજાર વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલિંગ ના કરી એટલે લિસ્ટમાં વિલંબ થયો

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 1100 વિદ્યાર્થીઓનું મેરિટલિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. વારંવાર રિમાઇન્ડર કરવા છતાં પર બે હજાર વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ નથી કરી જેના કારણે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં મોડું થઈ ગયું.એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓને વિષયની ચોઈસ ફીલિંગ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કર્યું ન હતું. 2300 થી 2400 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કર્યું હતું તે વિદ્યાર્થીઓને સબ્જેક્ટ એલોટમેન્ટ કરીને તેમની મેરીટ યાદી જાહેર કરી દેવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કર્યું હોવાના કારણે મેરિટયાદી જાહેર કરવા માટે વિલંબ થયો હતો. સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 4500 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. જેમાંથી અંદાજિત બે હજાર વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કર્યું નથી. જે વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ નથી કર્યું તેમની સાથે ઓનલાઇન મિટિંગ કરીને પૂછવામાં આવશે.વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો હશે તો વધુ એક આપવામાં આવશે. સાયન્સ ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી મેરીટ યાદી ગ્રાન્ટ ઈન એડ ના વિદ્યાર્થીઓની છે. હજુ હાયર પેમેન્ટની 400 બેઠકો માટે પ્રવેશ યાદી બહાર પાડવાની બાકી છે. આગામી સમયમાં હાયર પેમેન્ટ ની બેઠકોને પણ ભરી દેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો