મહેસાણા / ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી મહેસાણાના યુવકે દવા પીધી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ગંભીર હાલતમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો
  • નાણાં પરત ના આપી શકતાં હતાશ થઇ ગયો

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 09:06 AM IST

મહેસાણાઃ ઉછીના લીધેલા નાણાંની વારંવાર થતી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેરી દવા પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. મહેસાણા શહેરમાં લાખવડી ભાગોળમાં રહેતા દિલીપ રમેશભાઇ ડબગર (39)એ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2008માં પત્ની પુત્ર સાથે ક્યાંક જતી રહેતાં તે નર્વસ રહેતો હતો.

રવિવારે તે ઉચરપી રોડ પર આવેલા શ્રી શરણમ ફ્લેટમાં રહેતી બહેનના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે બપોરે 12.30 વાગે તેણે જીવનથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા યુવાને પોલીસને નાણાંની જરૂરિયાત ઉભી થતાં અગાઉ એક વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા, જેની વારંવાર થતી ઉઘરાણીથી કંટાળી તેણે ઝેરી દવા પીધાનું નિવેદન આપ્યું હતું. એ ડિવિજન પોલીસે જાણવા જોગ નોંધી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી