મહેસાણા / GAD ભરતીના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધ રહ્યું, નીતિન પટેલની બંધ ઓફિસ પાસે હાય હાયના નારા લાગ્યા

Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular
Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular
Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular

  • મહેસાણા શહેરમાં પાંચ પીએસઆઇ અને 50 પોલીસકર્મીઓને બંદોબસ્તમાં
  • સરકારે ખાતરી આપ્યા બાદ હજુ સુધી ઠરાવ રદ નહીં કરાતાં બંધ અપાયો : સમિતિ

Divyabhaskar.com

Feb 16, 2020, 04:50 AM IST
મહેસાણાઃ જીએડી ભરતીના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધના એલાનને પગલે શનિવારે મહેસાણા બજાર વિસ્તાર બંધ રહ્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે સવારે રેલી રૂપે ચાલતા બજાર વિસ્તારની ખુલ્લી દુકાનો બંધ કરાવવા નીકળેલા એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિના હોદ્દેદારો, કાર્યકરો, પોલીસ અને વેપારીઓએ સંયમ દાખવતાં દિવસભર શાંતિ જળવાઇ રહી હતી. બીજી તરફ મોઢેરા રોડ પર આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બંધ કાર્યાલય સામે ટોળાંએ જીએડી ભરતીના ઠરાવના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
50 પોલીસકર્મી બંદોબસ્તમાં
મહેસાણા બંધના એલાનને પગલે મહેસાણા શહેરમાં એ ડિવિઝનના બે પીએસઆઇ અને 20 પોલીસકર્મી, બી ડિવિઝન ત્રણ પીએસઆઇ અને 20 પોલીસ કર્મી તેમજ તાલુકા પોલીસ સ્ટેશનથી એક પીએસઆઇ અને 10 પોલીસ કર્મી મળીને શહેરમાં પાંચ પીએસઆઇ સહિત 50 પોલીસ કર્મીને બંદોબસ્ત તૈનાત કરાયા છે.
SC, ST અને OBC સમાજનું આંદોલન
રાજ્ય સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગોની દીકરીઓને અન્યાયકર્તા 1-8-18ના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર કહે છે કે, આ ગેરબંધારણીય ઠરાવમાં સુધારો કરશે દીકરીઓને ન્યાય આ સરકાર આપશે. આ સાથે નામદાર હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી હતી કે, આવનારા 24 કલાકની અંદર રાજ્ય સરકાર નવો જી.આર. રજૂ કરશે. પરંતુ રાજ્ય સરકારની બેવડી નીતિ અને પછાત વર્ગને અન્યાય કરવાની નીતિના પરિણામના પગલે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં નવો જી.આર સરકાર રજુ કરી શકી નથી. જેના પરિણામને પગલે સમિતિના તમામ કન્વીનરો વતી અભીજીતસિંહ બારડે રાજ્ય સરકારને એની જાહેરાત યાદ અપાવતા 24 કલાકમાં નવો જીઆર રજૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સરકારે નવો જી.આર રજૂ કર્યો નથી અને જી.આર રદ કર્યો નથી. જેના કારણે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજના સમાજ દ્વારા આજે શનિવારે મહેસાણા બંધનુ એલાન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓ 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે અને સરકારના કોઈપણ પ્રતિનિધિએ તેમને સાંભળવાની દરકાર સુદ્ધા લીધી નથી.
X
Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular
Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular
Mehsana Bandh givens by SC, ST and OBC community committee for protest  GAD's circular
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી