તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેઠક:સાગબારા ખાતે BTP/BTSના આગેવાનોની બેઠક

ડેડીયાપાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાગબારા તાલુકામાં BTP/BTSના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની અધ્યક્ષતામાં સેલંબા ખાતે તાલુકાના આગેવાનો, સરપંચો સાથે મીટીંગ યોજાઈ હતી.જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઇ હતી. 5 મી અનુસૂચિની અમલવારી, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આદિવાસી સમાજ પર થયેલા અત્યાચારો, શિક્ષિત બેરોજગાર યુવાનોની રોજગારીની સમસ્યા, આદિવાસી વિસ્તારમાં સિંચાઇના પ્રશ્નો, આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પાક – નુકશાની અને માર્કેટ વ્યવસ્થા જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તાલુકા અને જિલ્લા પંચાયત સીટોની સમીક્ષા કરાઇ હતી. આ પ્રસંગે BTP નર્મદા જિલ્લા પ્રમુખ ચૈતર વસાવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા, BTP /BTSના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો