• Home
  • National
  • Meeting in Delhi before floor test: Shivraj Singh arrives at Gurugram to meet party MLAs, also discusses with solicitor general

ભાજપની તૈયારી / ફ્લોર ટેસ્ટ પહેલા અમિત શાહે સિંધિયા અને તોમર સાથે 2 કલાક બેઠક કરી, શિવરાજ પાર્ટીના ધારાસભ્યોને મળવા ગુરૂગ્રામ પહોંચ્યા

દિલ્હીમાં નરેન્દ્રસિંહ તોમરના રહેણાક પર ભાજપના નેતાઓની બેઠક
દિલ્હીમાં નરેન્દ્રસિંહ તોમરના રહેણાક પર ભાજપના નેતાઓની બેઠક

  • મધ્યપ્રદેશની વિધાનસભામાં સોમવારે કમલનાથ સરકારની પરીક્ષા, ભાજપ-કોંગ્રેસમાં બેઠકો ચાલુ
  • શિવરાજસિંહ ગુરૂગ્રામમાં રોકાયેલા 105 ધારાસભ્યોને મળ્યા, પાર્ટીએ ફ્લોર ટેસ્ટ માટે વ્હિપ જાહેર કર્યું
  • ચર્ચા છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના ભોપાલ આવ્યા બાદ જ બેંગલુરૂથી તેમના જૂથના 22 ધારાસભ્યોને લાવવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 08:54 PM IST

ભોપાલ/નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ અને કોંગ્રેસ તૈયારીઓમાં લાગ્યા છે. મુખ્યમંત્રી કમલનાથને 16 માર્ચે સોમવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. આ પહેલા રવિવારે જયપુરમાં રોકાયેલા કોંગ્રેસના 85 ધારાસભ્યો ભોપાલ પહોંચવા પર રાજકીય માહોલ ગરમ થયો હતો. દિલ્હીમાં ભાજપના નેતાઓ વચ્ચે બેઠકો ચાલુ છે. સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના રહેણાક પર જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ અને ધર્મેન્દ્ર પ્રધાને ફ્લોર ટેસ્ટ પર રણનીતિની ચર્ચા કરી હતી. ત્યારબાદ અમિત શાહે સિંધિયા અને તોમરને તેમના રહેણાક પર બોલાવ્યા હતા. અહીંયા લગભગ બે કલાક માટે બેઠક ચાલી હતી.

બીજી તરફ શિવરાજ સિંહ 105 ભાજપના ધારાસભ્યોને મળવા ગુરૂગ્રામની IRC ગ્રાન્ડ હોટલ પણ ગયા હતા. સૂત્રો પ્રમાણે ભાજપના આ ધારાસભ્યોને રવિવારે રાત સુધી ભોપાલ લાવી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભોપાલ આવવા પર રવિવારે રાત્રે અથવા સોમવારે સવારે બેંગલુરૂ રિસોર્ટમાં રોકાયેલા તેમના જૂથના 22 ધારાસભ્યો ભોપાલ પહોંચી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ માટે બેંગલુરૂથી સીધા વિધાનસભા લઇ જવામાં આવી શકે છે. સિંધિયા સમર્થક ધારાસભ્યોએ ભોપાલ આવવા પહેલા જીવનું જોખમ જણાવીને CRPF પાસે સુરક્ષા માંગી છે. બીજી તરફ ભાજપે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપે તેના ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યું છે.

અમારા ધારાસભ્યો એક કલાકમાં જ ભોપાલ આવી જશે- નરોત્તમ
પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- ધુમ્મસના વાદળ આછા થઇ રહ્યા છે. સાંજ સુધીમાં બધા વાદળા જતા રહેશે અને દરેક વાત પર તૈયાર થઇ જશે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ બન્ને બંધારણીય હોદ્દા પર બેઠેલા છે. બન્ને સાચો નિર્ણય લેશે. અમારા ધારાસભ્યો બાજુમાં જ છે, એક કલાકમાં આવી જશે, રાહ જૂઓ. સિંધિયા ભાજપના નેતા છે અને તેમના સમર્થકો પણ તેમની સાથે છે. અન્ય ધારાસભ્યોના રાજીનામા અને વિધાનસભા અધ્યક્ષની કાર્યવાહી પર મિશ્રાએ કહ્યું કે 24 કલાકમાં બધુ સામે આવી જશે. કોંગ્રેસ ઇચ્છે તો સુપ્રીમ કોર્ટ જાય. તેમના મંત્રીઓ પ્રત્યે મારી સંવેદના છે.

10 માર્ચના ભાજપના ધારાસભ્યોને હરિયાણા મોકલવામાં આવ્યા હતા
ભાજપ પાસે 107 ધારાસભ્ય છે. તેમાંથી 105 ધારાસભ્યોને ભાજપે 10 માર્ચની રાત્રે ભોપાલમાં પાર્ટી હેડક્વાર્ટરથી બસોમાં બેસાડીને દિલ્હી રવાના કરી દીધા હતા. તેમને ગુરૂગ્રામની હોટલમાં મોકલવામાં આવ્યા છે. બાકી બે ધારાસભ્યોમાં શિવરાજસિંહ અત્યારે દિલ્હી અને નારાયણ ત્રિપાઠી તેમના માતાના નિધનના કારણે મધ્યપ્રદેશમાં છે.

X
દિલ્હીમાં નરેન્દ્રસિંહ તોમરના રહેણાક પર ભાજપના નેતાઓની બેઠકદિલ્હીમાં નરેન્દ્રસિંહ તોમરના રહેણાક પર ભાજપના નેતાઓની બેઠક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી