ઇંગ્લેન્ડ / માન્ચેસ્ટર શહેરમાં નાનકડાં ઉંદરે પગથી કરેલું રંગબેરંગી પેન્ટિંગ 92 હજાર રૂપિયામાં વેચાયું

X

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 01:17 PM IST

માન્ચેસ્ટર. હાલ એક નાનકડાં ઉંદરનો વીડિયો ઘણો વાઈરલ થઇ રહ્યો છે. આ કોઈ સામાન્ય ઉંદર નથી, પણ ટેલેન્ટેડ ઉંદર છે. તે પોતાના પગથી પેન્ટિંગ કરે છે અને આ પેન્ટિંગથી હજારો રૂપિયા પણ કમાઈ લે છે. આ ઉંદરનું નામ ‘ગસ’ છે. તેના કલરિંગ પેન્ટિંગનું વેચાણ હાલમાં જ 1000 પાઉન્ડ એટલે કે 92 હજાર રૂપિયામાં થયું છે.

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં રહેતી 19 વર્ષીય જેસ પાસે કુલ 4 ઉંદર છે. તેણે એક દિવસ જોયું કે ગસ તેના પગેથી સારું પેન્ટિંગ કરી શકે છે. ત્યારબાદ તે કેમિકલ વગરના કલર અને મિનિ કેનવાસ ખરીદી આવી. ગસ આરામથી ખાતી વખતે પણ રંગબેરંગી કલરમાં પોતાના પગ રંગીને કેનવાસ પર પેન્ટિંગ કરે છે. ગસનાં પેન્ટિંગ ખરીદવા માટે સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ કસ્ટમરના ફોન આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી