રાજકોટ / પુષ્કરધામમાં ટાયરમાં ભરાયેલા પાણીમાં લારવા તબીબે દૂર કર્યા

વોર્ડ નં.10માં બે બાળકોનું નિદાન સ્થળ પર જ કર્યું
વોર્ડ નં.10માં બે બાળકોનું નિદાન સ્થળ પર જ કર્યું

  • પુષ્કરધામમાં એક ઘરમાં બે બાળકોને ડેન્ગ્યુ થયો હતો
  • રિપોર્ટ બાદ પણ બાળકોને તાવ ઉતરતો ન હતો
  • ડો.મયંક ઠક્કરે આ બાળકોનું સ્થળ પર નિદાન કર્યું હતું

Divyabhaskar.com

Oct 18, 2019, 02:47 AM IST

રાજકોટઃ વોર્ડ નંબર 10માં આઈએમએના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. મયંક ઠક્કર અને ડો. જય ધિરવાણીએ મેઈન બજારમાં રાહદારી, વાહનચાલક અને વેપારીને ડેન્ગ્યુથી બચવા માટેની ટિપ્સ આપી હતી. રહેણાક વિસ્તાર પુષ્કરધામ અને આજુબાજુની દુકાને-દુકાને 2 કિલોમીટર સુધી જઈને લોકોને મળ્યા અને ડેન્ગ્યુ કેવી રીતે થાય છે. તેની સમજ આપી હતી. તબીબોએ સ્થળ પર કરેલા નિરીક્ષણ પરથી એવું તારણ નીકળ્યું કે, આ વિસ્તારમાં પાણી ભરેલા કુંડા હતા. જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય. એક જગ્યાએ તો પાણી ભરેલા ટાયરમાં લારવા મળતા ત્યાં જ નિકાલ કરાયો હતો. રાહદારીને ઊભા રાખીને ડેન્ગ્યુથી કેમ બચી શકાય તેની સમજ આપી હતી. દિવ્ય ભાસ્કરના આ અભિયાનમાં મેયર બિનાબેન આચાર્ય, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, પરેશભાઈ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી અને રઘુભા વાઘેલા જોડાયા હતા.

મચ્છરો ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું
પ્રશ્ન : ઘરમાં બાળકોને મચ્છરથી બચાવીએ છીએ શાળાએ કેવી રીતે બચાવવા?
ડો.મયંક ઠક્કર : શાળાએ જતા બાળકોના હાથ, પગ ઢંકાઈ જાય તેવા કપડાં પહેરાવીને મોકલવા જોઈએ
પ્રશ્ન : ઘરમાં ડેન્ગ્યુના મચ્છરો ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ ?
ડો.જય ધિરવાણી : ઘરમાં વોશબેસીન, કુંડા કે વાસણમાં પાણી ભરાયેલું ન રાખવું જોઈએ, ટાંકા, કુંડાની નિયમિત સફાઈ કરવી જોઈએ. સોસાયટીમાં પણ પાણીનો ભરાવો ન થવા દો. નિયમીત સાફ સફાઈ કરો.
પ્રશ્ન : અમારા ઘરમાં બે બાળકોને ડેન્ગ્યુ થયા બાદ તાવ નથી ઉતરતો શું કરવું?
ડો.ચેતન લાલસેતા : ડેન્ગ્યુના તાવમાં આરામ શ્રેષ્ઠ દવા છે. સાથે નાળિયેર પાણી, લીંબુ શરબત આપો. રોજનું 4 લિટર પ્રવાહી બાળકોને આપવું જોઈએ.

રાજકોટ શહેર જિલ્લામાં ડેન્ગ્યુના વધુ 20 કેસ
રાજકોટમાં એક જ દિવસમાં વધુ 20 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 14 પોઝિટિવ સાથે 362 અને તેમજ જિલ્લામાં 6 પોઝિટિવ સહિત 220 કેસ થયા છે. મનપા અને જિલ્લા બંનેના આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજકોટમાં કુલ 582 ડેન્ગ્યુના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. આ પૈકી કેટલા દર્દીઓ હજુ સારવાર હેઠળ છે, કેટલા ગંભીર છે તેમજ કેટલા દર્દીઓ સાજા થઇ ગયા છે તેવી કોઇ વિગત તંત્ર પાસે ન હોવાનું સામે આવ્યું છે.

X
વોર્ડ નં.10માં બે બાળકોનું નિદાન સ્થળ પર જ કર્યુંવોર્ડ નં.10માં બે બાળકોનું નિદાન સ્થળ પર જ કર્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી