તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Medical First Year Students Will Be Able To Make A Choice From Today, As Many As 24,000 Students Registered For Medical.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટ્રેશન:મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ આજથી ચોઈસ ફિલિંગ કરી શકશે, મેડિકલ માટે 24 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથિકની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ આજથી ત્રણ દિવસ સુધી ચોઈસ ફિલિંગ કરી શકશે. કોરોનાને કારણે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે નીટના પરિણામ આધાર પર થતી મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ અને હોમિયોપેથિકની પ્રવેશ પ્રક્રિયા આ વખતે મોડી શરૂ થઈ હતી. રજિસ્ટ્રેશન બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થતા પ્રવેશ સમિતીએ બે દિવસ પહેલા મેરીટ લિસ્ટ જાહેર કર્યું હતું.

જોકે, આ વખતે નીટ પાસ કરનારા 36 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ છે, પણ મેડિકલ માટે 24 હજાર જેટલા વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી 23 હજાર વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ સબમીટ કર્યા છે. જેમાંથી 22 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. તેવામાં જ નીટમાં 50 પર્સેન્ટાઈલ ના હોવાથી કે ધો.12 સાયન્સમાં 50 ટકા ના આવ્યા હોવાથી તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહી રજૂ કરવા સહિતના જુદા જુદા કારણોથી 1464 વિદ્યાર્થીઓનો મેરીટ લિસ્ટમાં સમાવેશ કર્યો ના હતો.

દરમિયાન હાલ મોક રાઉન્ડ પ્રવેશ સમિતિ દ્વારા શરૂ કરી દેવાયો છે અને જેમાં 21મી સુધી વિદ્યાર્થીઓએ ચોઈસ ફિિંલંગ કરવાનું છે .23મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. જ્યારે 23મીથી જ પ્રથમ ફાઈનલ રાઉન્ડ શરૂ થઈ જશે. જેમાં વિદ્યાર્થીઓેએ 25મીએ સાંજ સુધી ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે. 26મીએ બપોરે ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો