આચારસંહિ‌તાના અમલ માટે એમસીએમસી કમિટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આચારસંહિ‌તાના અમલ માટે એમસીએમસી કમિટી
- ડીડીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જોગવાઇઓની જાણકારી અપાઇ


ભરૂચમાં લોકસભાની ચૂંટણી મુકત અને ન્યાયિક રીતે થાય તે માટે આચારસંહિ‌તાના કડક અમલ માટે એમસીએમસી કમિટિની રચના કરવામાં આવી છે જે ઉમેદવારો તથા રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર ઉપર ચાંપતી નજર રાખશે.લોકશાહી તંત્રમાં મુકત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તરફથી હાથ ધરાયેલાં પ્રયાસોના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી તથા ચૂંટણી ખર્ચ નિરીક્ષક આનંદ પટેલએ પેઇડ ન્યૂઝ સંદર્ભે માધ્યમકર્મી‍ઓ સાથે માહિ‌તીનું આદાનપ્રદાન કર્યુ હતું.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણી પંચની એમસીએમસી ગાઇડ લાઇનની જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯પ૧ની કલમ -૧૨૭-ક અનુસાર પ્રિન્ટ મિડીયા અને ઇ- મિડીયાની કામગીરી પર પ્રકાશ ફેંકયો હતો.

ભરૂચ લોકસભા બેઠક માટે પણ એમસીએમસી કમિટિની રચના કરવામાં આવી છે જે કમિટિના સભ્યો ચૂંટણી લડતા તમામ ઉમેદવારો તથા રાજકીયપક્ષોના પ્રચાર, પ્રસારની કામગીરી ઉપર નજર રાખશે. વિજ્ઞાપનોનું પ્રમાણિકીકરણ તથા પેઇડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીની કામગીરી એમસીએમસી કમિટી દ્વારા કરવામાં આવશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ માધ્યમ સંબંધી વિનિમયોનો અમલ કરાવવામાં પણ આ સમિતિ સહાયભૂત બનશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ ઉર્મેયુ હતું. બેઠકમાં નાયબ માહિ‌તી નિયામક નિખિલેશ ઉપાધ્યાય તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં.