પાકિસ્તાન / આઝાદી માર્ચમાં મૌલાના ફઝલુરની માંગ- ઈમરાન 48 કલાકમાં રાજીનામું આપે, દેશને વેચવાનો આરોપ

  • મૌલાના ફઝલુર રહેમાનની આઝાદી માર્ચ શુક્રવારે ઈસ્લામાદ પહોંચી, લગભગ 2 લાખ લોકો સામેલ
  • મૌલાનાની માર્ચમાં નવાઝના ભાઇ શહબાઝ અને બિલાવલ ભુટ્ટો પણ સામેલ, સરકાર પર દબાણ વધ્યું
  • બિલાવલે કહ્યું- ઈમરાને દરેક મુદ્દાઓ પર લોકોને દગો દીધો. ભારતે કાશ્મીરમાં જે કર્યું તેને પણ રોકી ન શક્યા

Divyabhaskar.com

Nov 02, 2019, 03:17 PM IST

ઈસ્લામાબાદ: પ્રધાનમંત્રી ઈમરાન ખાનના રાજીનામાની માંગ પર અડગ મૌલાના ફઝલુર રહેમાનની આઝાદી માર્ચ શુક્રવારે ઈસ્લામાબાદ પહોંચી ગઇ. લગભગ 2 લાખ લોકનો સંબોધન કરતા મૌલાનાએ સરાકરને અલ્ટીમેટમ આપી દીધું. તેણે કહ્યું- અમે ઈમરાન ખાનને 48 કલાકનો સમય આપીએ છીએ. તેઓ રાજીનામું આપે અને ઘરે જાય. પાકિસ્તાને ઈમરાન ખાનથી સ્વાભિમાનહીન પ્રધાનમંત્રી નથી જોયો. તેમણે દેશને વેચી દીધો છે. ઈસ્લામાબાદ પહોંચલી આઝાદી માર્ચમાં નવાઝ શરીફના ભાઇ શહબાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો પણ સામેલ થયા.

‘ સિલેક્ટેડ પીએમ મંજૂર નહીં’
મૌલાના પહેલા બિલાવલે ભાષણ આપ્યું. કહ્યું, “આપણે એવા પ્રધાનમંત્રીને સન્માન ન આપી શકીએ જે ઇલેક્ટેડ નહીં સિલેક્ટેડ છે. વિપક્ષના નેતાઓને જેલ મોકલીને તે ડેમોક્રેસીના નામ પર તાનાશાહી ચલાવી રહ્યા છે. લોકો ભુખમરાની કગાર પર છે. ” મૌલાના રહેમાને પણ ભુટ્ટોની વાતનું સમર્થન કર્યું. કહ્યું, “ઈમરાને દરેક મુદ્દાઓ પર લોકોને છેતર્યા છે. તેઓ કાશ્મીરનો રાગ આલાપે છે. ભારતે કાશ્મીરમાં જે કંઇ પણ કર્યું તેને રોકી ન શક્યા. મુસ્લિમ વર્લ્ડની વાત કરે છે પણ યૂએનમાં 5 દેશોનું પણ સમર્થન ન મેળવી શક્યા. 48 કલાકનો સમય છે. તેઓ ખુરશી છોડે. જો આવું ન થયું તો અમે આગળની રણનીતિ બનાવીને આવ્યા છીએ. ખાલી હાથે પાછા જવાનો ઈરાદો નથી. ”

દબાણમાં ઈમરાન સરકાર
તેજગામ એક્સપ્રેસ દુર્ઘટનામાં 75 લોકોના મોત બાદ ઈમરાન સરકાર વધુ દબાણમાં આવી ગઇ છે. રેલવે મંત્રી શેખ રાશીદે રાજીનામું તો દૂર પણ આ દુર્ઘટનાને હંસીમાં ઉડાવી દીધી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઈમરાન સરકારને લાગતું હતું કે આઝાદી માર્ચમાં વધુમાં વધુ 20 હજાર લોકો સામેલ થશે. પરંતુ તેમની સંખ્યા લગભગ 2 લાખ છે. ઈસ્લામાબાદની કાયદો વ્યવસ્થા ખતરામાં પડી ગઇ છે. ઈમરાને શુક્રવારે રાજીનામાનો ઈનકાર કરીને મૌલાનાને ભારતના એજન્ટ કહી દીધા હતા. જોકે તે દબાણમાં છે. તેનો અંદાઝ એ વાતથી લગાવી શકાય છે કે શુક્રવારે જ ઈમરાને ત્રણ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. સેનાએ અત્યાર સુધી ચુપ્પી સાધી રાખી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી