તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોટ વિસ્તારની બે તસવીર:રાજા મહેતાની પોળમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરતી ત્રણ દરવાજા પાથરણા બજારમાં હૈયેહૈયું દળતી ભીડ, કોરોનાને આમંત્રણ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસનું સંક્રમણ ટાળવા અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. કાલુપુરમાં આવેલી રાજામહેતાની પોળના કાનજી દિવાનના ખાંચામાં છેલ્લા 70 વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રી થતી હોય છે અને ગરબામાં પણ ભારે ભીડ જોવા મળે છે. જોકે પહેલીવાર પોળના રહીશોએ જાતે સામાજિક જવાબદારી અદા કરી ગરબા કરવાનું ટાળ્યું છે પરંતુ 70થી 80 ભક્ત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કરાયેલા કુંડાળામાં ઊભા રહી તેમજ માસ્ક પહેરીને માતાજીની આરતી ઉતારે છે. પોળના રહીશોએ કોરોના સામે દાખવેલી આ સ્વયંશિસ્ત અન્યો માટે પણ દૃષ્ટાંતરૂપ બને છે.

બીજી તરફ દિવાળી નજીક આવી રહી હોવાથી ત્રણ દરવાજા પાસે ભરાતા પાથરણા બજારમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. કોરોનાના સમયમાં પણ આ પાથરણા બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડાવવામાં આવ્યા હતા. સંખ્યાબંધ લોકો માસ્ક પહેર્યા વગર જ આવી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો