• Home
  • Local
  • Gujarat
  • Bhuj
  • Massive rally at Swaminarayan temple in support of Swami after clip viral after Sahajanand Institute menstruating prove issue

કચ્છ / સહજાનંદ ઈન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મ તપાસ બાદ જૂની ક્લિપ વાઈરલ થતાં સ્વામીના સમર્થનમાં સ્વામિનારાયણ મંદિરની વિશાળ રેલી

સ્વામીના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ
રેલી પહેલા સ્વામિનારાયણ મંદિરમાં સભા યોજાઈ
રેલી પહેલા સ્વામિનારાયણ મંદિરમાં સભા યોજાઈ

  • સમાચાર માધ્યમો, સોશિયલ મીડિયા અને વિઝ્યુઅલ માધ્યમમાં ક્લિપો પ્રસારિત કરાય છે તે નિંદનીય છે: ભુજ મંદિર

Divyabhaskar.com

Feb 19, 2020, 07:33 PM IST
ભુજ: ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીની એક ક્લિપ સોશિયલ મીડિયા અને માધ્યમોમાં વાઈરલ થઇ છે. આ ક્લિપમાં સ્વામીની ભાવના સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવાની નથી છતાંય તે ક્લિપ વાઈરલ કરી સત્સંગની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરતી હોવાથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે સવારે 9 વાગ્યે હરિભક્તોની સભા યોજાઈ હતી. ત્યારબાદ વિશાળ રેલી નીકળી હતી અને આવેદનપત્ર આપવામાં આવી હતી.
દયાપરમાં મામલતદારને આવેદન આપ્યું
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મની ચકાસણી વિવાદને પગલે ભુજ સ્વામિનારાયણ મંદિર તેમજ તેના સંતોને આ પ્રકરણમાં જવાબદાર ઠેરવવાની અને તેઓને બદનામ કરવામાં આવી રહ્યા હોવાની લેખિત રજૂઆત સાથેનું આવેદનપત્ર દયાપર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીમંડળ તથા સમાજના આગેવાનો દ્વારા દયાપર મામલતદારને ગઈકાલે આપવામાં આવ્યું હતું.
ક્લિપ વાઈરલ થતાં માધ્યમોની નિંદા કરી
પ્રેસ નોટ જારી કરીને ભુજ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીની ક્લિપ મામલે કહેવાયું છે કે, ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે જે અઘટિત છે અને હાલના સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયને નીચું પાડવા તથા લોકોમાં ગેરસમજણ ઊભી કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. સમાચાર માધ્યમો, સોશિયલ મીડિયા અને વિઝ્યુઅલ માધ્યમથી આ ક્લિપો પ્રસારિત કરાય છે તે નિંદનીય છે.
X
રેલી પહેલા સ્વામિનારાયણ મંદિરમાં સભા યોજાઈરેલી પહેલા સ્વામિનારાયણ મંદિરમાં સભા યોજાઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી