કુટનીતિ / અમેરિકાએ કહ્યું - આ નિર્ણય દર્શાવે છે કે, વિશ્વ પાકિસ્તાનમાંથી આતંક ખતમ કરવા પ્રતિબદ્ધ

પાકે કહ્યું, અઝહર પર પ્રતિબંધ લાગશે, તે વિદેશ યાત્રા નહીં કરી શકે અને હથિયારોની સપ્લાય નહીં કરી શકે
પાકે કહ્યું, અઝહર પર પ્રતિબંધ લાગશે, તે વિદેશ યાત્રા નહીં કરી શકે અને હથિયારોની સપ્લાય નહીં કરી શકે
X
પાકે કહ્યું, અઝહર પર પ્રતિબંધ લાગશે, તે વિદેશ યાત્રા નહીં કરી શકે અને હથિયારોની સપ્લાય નહીં કરી શકેપાકે કહ્યું, અઝહર પર પ્રતિબંધ લાગશે, તે વિદેશ યાત્રા નહીં કરી શકે અને હથિયારોની સપ્લાય નહીં કરી શકે

  • સંયુક્ત રાષ્ટ્રમાં બુધવારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો 
  • ભારતીય ઓફિસરોએ કહ્યું, વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે માત્ર પુલવામા હુમલાને જ આધાર નથી બનાવ્યો 

divyabhaskar.com

May 02, 2019, 12:41 PM IST

નવી દિલ્હીઃ  જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયત્નો સફળ થયા છે. તેની પાછળ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનું ચીન પર સહયોગી દબાણ પણ મહત્વનું રહ્યું. અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર માઇક પોમ્પિયોએ તેના વખાણ કરતા યુએન સ્થિત અમેરિકન મિશનના પ્રયત્નોના વખાણ કર્યા. તેઓએ આ નિર્ણયને આતંક વિરૂદ્ધ અમેરિકન કૂટનીતિ અને આતંરરાષ્ટ્રીય સમુદાયની જીત ગણાવી. સાથે જ દક્ષિણ એશિયામાં શાંતિ માટે મોટું પગલું ગણાવ્યું. 


વ્હાઇટ હાઉસે પણ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર નિવેદન જાહેર કર્યુ. જેમાં કહેવામાં આવ્યું કે, મસૂદનો મુદ્દો દર્શાવે છે કે, વિશ્વ સમુદાય પાકમાંથી આતંક ખતમ કરવા કેટલું પ્રતિબદ્ધ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતીય ઓફિસરોએ કહ્યું કે, પાક આ આખા મામલાને ભટકાવવાની કોશિશ કરી રહ્યું છે, જેથી તે આ ડિપ્લોમેટિક ફટકાથી બહાર આવી શકે. યુએનના નિર્ણય બાદ પાકે મસૂદ પર કડક વલણ રાખવાની વાત કહી હતી. 


યુએનમાં ભારતના એમ્બેસેડર સૈયદ અકબરુદ્દીને કહ્યું, તમામ દેશોએ મળીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ચીને મંગળવારે જ એવા સંકેત આપ્યા હતા કે, તે આ વખતે મસૂદનું નામ પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાના પ્રયત્નોમાં અડચણ ઉભી નહીં કરે. જો કે, આ અગાઉ ચીને ચાર વખત ભારતના પ્રયત્નોને ટેક્નિકનલ કારણ ગણાવીને અટકાવ્યું હતું. ચીન યુએન સિક્યોરિટી કાઉન્સિલનું સ્થાયી સભ્ય છે. 

અમે યોગ્ય કાર્યવાહી કરીશું: પાકિસ્તાન

1. કોઇ એક ઘટનાને આધાર નથી બનાવી

ઓફિસરો અનુસાર, અઝહર દ્વારા જે લેટેસ્ટ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું, તે પુલવામા ફિદાયીન હુમલો છે. જો કે, યુએનએ માત્ર આ એક હુમલાના આધારે તેને વૈશ્વિક આતંકી જાહેર નથી કર્યો. તેની સાથે જોડાયેલા અનેક પુરાવા સેક્શન કમિટીને સોંપવામાં આવ્યા હતા. વૈશ્વિક આતંકી જાહેર થવું એ કોઇ આતંકીનો બાયોડેટા નથી ગણાતો, તેના દ્વારા કરવામાં આવેલા તમામ આતંકી કાવતરાં આ નોટિફિકેશનમાં લિસ્ટ થશે. 

યુએન કમિટીએ અઝહરને અલકાયદા સાથે સંબંધો, આતંકી હુમલાનું કાવતરું, તેના માટે ફંડ એકઠું કરવું અને હથિયાર સપ્લાય કરવા, આતંકીઓની ભરતી અને આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેવાના કારણે વૈશ્વિક આતંકી જાહેર કર્યો. 

3. પાકે કહ્યું, પ્રતિબંધ તાત્કાલિક લાગુ થશે

પાકના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું, યુએન દ્વારા મસૂદ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તાત્કાલિક લાગુ થશે. હવે તે વિદેશ યાત્રા નહીં કરી શકે, હથિયારોની સપ્લાય પણ નહીં કરી શકે. પાક એક જવાબદાર દેશ છે અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું. આ અગાઉ અમે મસૂદને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને એટલા માટે અટકાવ્યો હતો, કારણ કે, તેનો હેતુ પાકની છબિને ખરાબ કરવાનો હતો. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી