10 વર્ષ, 75 દિવસ / મસૂદ પર પ્રતિબંધ, જાણો ગ્લોબલ આતંકી જાહેર કરવા UNની આખી પ્રક્રિયા શું હોય છે?

Masood Azhar A critical look at the sanctions procedure
Masood Azhar A critical look at the sanctions procedure

  • આતંકી મસૂદ અઝહર વિરૂદ્ધ ભારતે UNમાં કેવી રીતે જંગ જીતી 
  • આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર થાય તો તે જે દેશમાં રહે છે, ત્યાંની સરકારને આતંકીની સંપત્તિ જપ્ત કરવી પડે 

divyabhaskar.com

May 02, 2019, 12:20 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)એ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો. અત્યાર સુધી તેમાં અવરોધો ઉભા કરતું રહ્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ યુએનમાં રજૂ કરેલા પ્રસ્તાવ પર ચીને ટેક્નિકલ હોલ્ડ લગાવીને થોડો સમય માંગ્યો હતો. ચીનના આ પગલાં બાદ ચારેતરફથી આતંરરાષ્ટ્રીય દબાણ બનવા લાગ્યું. અહીં જાણો, કોઇ આતંકીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા શું છે અને તેમાં શું અડચણો આવે છે?


શું છે ગ્લોબલ આતંકી જાહેર કરવાની પ્રક્રિયા?
કોઇ પણ આતંકીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો નિર્ણય યુએસ સિક્યોરિટી કાઉન્સિલ કરે છે. તેમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા સ્થાયી સભ્ય જ્યારે 10 અસ્થાયી સભ્ય હોય છે. કોઇને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે તમામ સ્થાયી સભ્યોની સહમતિ જરૂરી હોય છે. યુએસમાં પ્રસ્તાવ 1267 જેને ISIS અને અલકાયદાની અપ્રૂવલ યાદી પણ કહેવામાં આવે છે, તેમાં એવા આતંકીનું નામ નોંધાવવાનું હોય છે. આ લિસ્ટમાં નામ આવ્યા બાદ તે આતંકી ગ્લોબલ આતંકી જાહેર થઇ જાય છે.


ગ્લોબલ આતંકી સાથે કેવો વ્યવહાર થાય છે?
સંયુક્ત રાષ્ટ્રમાં એકવાર જો કોઇ આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર થઇ જાય છે, તો તે જે દેશમાં રહે છે, ત્યાંની સરકારને તાત્કાલિક તેની સંપત્તિ જપ્ત કરવી પડે છે. સાથે એ નજર પણ રાખવાની હોય છે કે, તેને અન્ય કોઇ પણ દેશમાંથી કોઇ આર્થિક મદદ ના મળે. ગ્લોબલ ટેરરિસ્ટ હોવાનો અર્થ છે કે, મસૂદ અઝહર હવે સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ કોઇ પણ (લગભગ તમામ) દેશોની બોર્ડરમાં પ્રવેશ ના કરી શકે અને કોઇ પણ દેશ તેના વિઝા મંજૂર ના કરી શકે. તે જે દેશમાં હશે, તેને યાત્રા નહીં કરવામાં દેવામાં આવે.


ગ્લોબલ આતંકી માટે યુએનના નિયમ
યુએનના નિયમો અનુસાર, જે દેશમાં આ ગ્લોબલ આતંકી રહે છે તે દેશ પર તેના પ્રતિબંધોને કડકાઇથી લાગુ કરવાની જવાબદારી હોય છે. પરંતુ પાકિસ્તાનમાં આ ગ્લોબલ ટેરિરસ્ટ જે ઇચ્છે તે કરે છે, એટલું જ નહીં, પાકિસ્તાન તો આતંકીઓનું આશ્રય સ્થાન બની ગયું છે. દાઉદથી લઇને હાફિઝ સઇદ અને મસૂદ અઝહર હજુ પણ પાકિસ્તાનમાં હોવાના રિપોર્ટ્સ છે.

27 ફેબ્રુઆરીના રોજ ચોથીવાર પ્રસ્તાવ
કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ ફિદાયીન હુમલા બાદ 27 ફેબ્રુઆરીમાં ભારતના સમર્થનમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ યુએનમાં અઝહર વિરૂદ્ધ પ્રસ્તાવ લઇને આવ્યા હતા. 10થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું. એવું નક્કી કરવામાં આવ્યું કે, જો યુએનના કોઇ પણ સભ્યને વાંધો ના હોય તો જૈશના ચીફ મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દેવામાં આવશે.
પ્રસ્તાવની સમય સીમા 13 માર્ચ રાત્રે 12.30 વાગ્યે ખતમ થઇ રહી હતી. તે સમયે લાગ્યું કે, આ વખતે મસૂદને સજા મળી જશે, પરંતુ પ્રસ્તાવના એક કલાક અગાઉ જ ચીને વીટો પાવર વાપરી અવરોધ ઉભો કર્યો. જો કે, આ પ્રસ્તાવ પર અવરોધ બાદ યુએનના સભ્યોએ ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો તે મસૂદ અઝહરને લઇને પોતાનું વલણ નહીં બદલે તો કાર્યવાહીના બીજા વિકલ્પો પણ ખૂલ્લા છે. ચીન પર માત્ર ભારત જ નહીં આતંરરાષ્ટ્રીય સ્તરે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.


10 વર્ષથી ચીન ચાલ રમી રહ્યું છે
છેલ્લાં 10 વર્ષમાં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના 4 વખત પ્રયાસ કરવામાં આવ્યા. સૌથી પહેલાં 2009માં મનમોહન સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ રાખ્યો હતો. 2016માં ભારતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની સાથે મળીને આ પ્રસ્તાવ મુક્યો હતો. 2017માં ભારતે આ તમામ દેશો સાથે મળીને ત્રીજી વાર પ્રસ્તાવ રાખ્યો. ત્યારબાદ 2019માં ફ્રાન્સની આગેવાનીમાં ફરીથી પ્રતિબંધ પરિષદમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો. દરેક વખતે ચીને મસૂદ અઝહરને બચાવવા માટે વીટોનો ઉપયોગ કર્યો. ચોથીવાર મનાઇ કરવા પર ચીન સામે આતંરરાષ્ટ્રીય દબાણ વધવા લાગ્યું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બાકી ચાર સભ્યો તેનાથી નારાજ થવા લાગ્યા હતા. ચીનના વીટોને ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પોતાનું અપમાન ગણાવ્યું. વિશ્વના બાકી દેશોમાં ચીનને લઇને એવી ધારણા ઉભી થવા લાગી કે, તે આતંકવાદીને પોષતો દેશ છે, આનાથી ચીન પર પ્રેશર વધ્યું.

ટેક્નિકલ હોલ્ડ લગાવીને ચીને સમય માંગ્યો
UNSCમાં માર્ચમાં મળેલી બેઠકમાં ચીને પ્રસ્તાવને અટકાવવા માટે વીટો પાવરનો ઉપયોગ ના કર્યો, પરંતુ પ્રસ્તાવને ટેક્નિકલ હોલ્ડ પર રાખીને વિચાર કરવાનો સમય માંગ્યો હતો. પરંતુ એક મહિના બાદ આ મુદ્દે ફરીથી મળેલી બેઠકમાં ચીને ઝૂકવું પડ્યું અને તે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા પર રાજી થઇ ગયો.


પાકિસ્તાનમાં બે આંતરરાષ્ટ્રીય આતંકી ફરી રહ્યા છે
પાકિસ્તાનમાં મસૂદ એકમાત્ર ગ્લોબલ ટેરરિસ્ટ નથી, તેના સિવાય દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ પણ ગ્લોબલ ટેરરિસ્ટ છે. વર્ષ 2003માં દાઉદની ભારત અને અમેરિકાએ ગ્લોબલ આતંકી જાહેર કર્યો હતો, જ્યારે 2012માં અમેરિકાએ ગ્લોબલ આતંકી હાફિઝ સઇદ પર 10 બિલિયન ડોલરનું ઇનામ પણ જાહેર કર્યુ હતું. તેમ છતાં હાફિઝ અને દાઉદ આરામથી પાકિસ્તાનમાં જીવન પસાર કરી રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમ પોતાનો રિયલ એસ્ટેટનો ધંધો સંભાળી રહ્યો છે અને તે ઘણીવાર વિદેશ યાત્રા કરતો હોવાના પણ રિપોર્ટ છે. વળી, હાફિઝનું સંગઠન પોતાના જૂના અંદાજમાં આતંકીઓને ટ્રેનિંગ આપતું રહ્યું છે. એટલું જ નહીં, ગત સામાન્ય ચૂંટણીમાં હાફિઝે પોતાના આતંકીઓને ચૂંટણી સુદ્ધાં લડાવી અને હવે તે પાકિસ્તાનનો પીએમ બનવાનું સપનું જોઇ રહ્યો છે.

X
Masood Azhar A critical look at the sanctions procedure
Masood Azhar A critical look at the sanctions procedure
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી