તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બંદોબસ્ત:વલસાડ કોવિડ-19 સ્ક્વોડની વિવિધ વિસ્તારોમાં માસ્ક ચેકીંગ

વલસાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘલધરા ચેકપોસ્ટ 74 અને તિથલમાં 13ના રેપીડ ટેસ્ટ

વલસાડ તાલુકાની કોવિડ સ્ક્વોડ દ્વારા રવિવારે શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. વાઘલધરા અને તિથલ ખાતે કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર ખાતે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તિથલ સેન્ટર ખાતે 13 ટેસ્ટમાંથી 2 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે તેમને કોરેન્ટાઇનમાં રહેલની સલાહ આપી હતી.વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા શનિવારે મોડી સાંજે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને લઈને તિથલ બીચ સહિત જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ દ્વારા ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને સાહેલગાહ માણતા અટકાવવામાં આવ્યા હતા.

વલસાડની કોવિડ સ્ક્વોડ દ્વારા રવિવારે શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં કોવિડના તીયમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શાકભાજી માર્કેટ, તિથલ બીચ, હાલર તળાવ, પારનેરા સહિત ભીડ વાળી જગ્યાએ કોવિડ-19ની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. શાકભાજી માર્કેટમાં શાકભાજી વેંચતા વેપારીઓ અને ગ્રાહકોમાં કોવિડના નિયમોની સજાગતાં જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોવિડની સ્ક્વોડ દ્વારા જન જાગૃતિ માટે લોકોને કોવિડના નિયમોની જાણકારી પણ આપવામાં આવી હતી. તિથલ બીચ ખાતે સહેલાણીઓને પોલીસ વિભાગે બીચ પર જતાં અટકાવ્યા હતા. હાલર તળાવ પાસે લોકોમાં પણ કોવિડના નિયમોની સજાગતાં સ્ક્વોડની ટીમને જોવા મળી હતી. પારનેરા ખાતે ડુંગર પર દર્શને આવતા ભક્તોને પોલીસ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકીને ડુંગર પર જતાં લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો