ગુડ ન્યૂઝ / આનંદો! માર્વેલ અને સોની પિક્ચર્સ વચ્ચે સહમતી, માર્વેલ સ્પાઇડર-મેનની નવી ફિલ્મ પણ બનાવશે અને અવેન્જર્સ સિરીઝમાં પણ દેખાશે

Marvel and Sony have ended their feud, and Spider-Man is back in the MCU

Divyabhaskar.com

Sep 28, 2019, 07:09 PM IST

હોલિવૂડ ડેસ્કઃ ગયા મહિને હોલિવૂડનાં બે દિગ્ગજ પ્રોડક્શન હાઉસ વચ્ચે પ્રોફિટ શેરિંગના મુદ્દે સર્જાયેલી મડાગાંઠને પગલે દુનિયાભરના કરોડો સિનેરસિયાઓને ટેન્શન થઈ ગયેલું. વાત એવી હતી કે ‘સોની પિક્ચર્સ’ અને ‘વૉલ્ટ ડિઝની સ્ટુડિયોઝ’ વચ્ચે ‘સ્પાઈડર-મેન’ કેરેક્ટર મામલે મતભેદો સર્જાયા હતા. બંને વચ્ચે એક મુદ્દે સહમતી સધાઈ નહીં અને સ્પાઈડર-મેન ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ (MCU)નો ભાગ નહીં રહે એવી પણ જાહેરાત થઈ ગઈ. એનો અર્થ એ થતો હતો કે સ્પાઇડર-મેન ડિઝનીની માલિકીના ‘માર્વેલ પિક્ચર્સ’ દ્વારા બનતી ‘અવેન્જર્સ’ અને MCUની સ્પાઇડર-મેનની સ્ટેન્ડ અલોન ફિલ્મોનો ભાગ નહીં રહે. જ્યારે હવે સારા સમાચાર આવ્યા છે કે સોની પિક્ચર્સ અને ડિઝની વચ્ચે આ મુદ્દે સમજૂતિ થઈ ગઈ છે અને અગાઉની જેમ જ બંને સાથે મળીને સ્પાઇડર-મેન સાથેની ફિલ્મો બનાવશે. એટલું જ નહીં, અગાઉ સ્પાઇડર-મેનને લઈને સુપર સક્સેસફુલ ‘હોમકમિંગ’ સિરીઝ બનાવનારા માર્વેલ સ્ટુડિયોઝના પ્રેસિડન્ટ કેવિન ફિજ આ સિરીઝની ત્રીજી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરશે.

માર્વેલના પ્રેસિડન્ટ કેવિન ફિજે આ મુદ્દે એક સત્તાવાર સ્ટેટમેન્ટ બહાર પાડીને ચાહકોને વધામણાં આપ્યાં હતાં કે, ‘મને એ જાહેર કરતાં રોમાંચ થઈ રહ્યો છે કે MCUમાં સ્પાઇડીની સફર જારી રહેશે. હું અને માર્વેલ સ્ટુડિયોઝ ખાતે અમે સૌ તેના પર કામ કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. સ્પાઇડર-મેન એક પાવરફુલ આઇકન છે અને એ એવો હીરો છે જે સમગ્ર વિશ્વમાં દરેક ઉંમરના લોકોને અપીલ કરે છે. એટલું જ નહીં, સ્પાડર-મેન એકમાત્ર એવો હીરો છે જેની પાસે અલગ અલગ સિનેમેટિક યુનિવર્સ ક્રોસ કરવાના પણ સુપરપાવર્સ છે. સોની પોતે પણ પોતાનું અલાયદું ‘સ્પાઇડી-વર્સ’ ક્રિએટ કરી રહ્યું છે, એટલે ભવિષ્યમાં આપણને ઘણાં નવાં સરપ્રાઇઝિસ પણ મળશે.’ આનો અર્થ એ થયો કે માર્વેલ/ડિઝની અને સોની બંને પાસે સ્પાઇડર-મેનનાં પોતપોતાનાં યુનિવર્સ હશે.

‘સ્પાઇડર-મેનઃ હોમકમિંગ’ અને ‘સ્પાઇડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’ પછી 16 જુલાઈ, 2021ના રોજ આ સિરીઝની ત્રીજી ફિલ્મ રિલીઝ થશે, જેને આ બંને કંપનીઓ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. અત્યારના તબક્કે આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું નથી.

X
Marvel and Sony have ended their feud, and Spider-Man is back in the MCU

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી